સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં વર્ષ 2018માં સાવકી માતાએ પતિના આગલી પત્નીથી થયેલા પુત્રની હત્યા કરવાનો બનાવ બન્યો હતો. સાવકી માતા જીનલે 7 વર્ષના પુત્ર ભદ્રને ગળે ટુંપો આપી સુટકેસમાં પુરી ઘાતકી હત્યા (Surendranagar Crime News ) નીપજાવી દીધી હતી. આ કેસમાં લીંબડી એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે (Limbdi Court Judgment ) દ્વારા દોષિત સાવકી માતાને આજીવન કેદની સજા ( Life Imprisonment for Murder of Step Son ) ફટકારવામાં આવી છે.
પિતાને ન્યાય મળ્યાંનો સંતોષ આ ચકચારી બનાવમાં હત્યારી સાવકી માતા જીનલ હાલ જેલવાસ ભોગવી રહી હતી. હત્યા અંગેનો કેસ લીંબડી એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વાય.એમ.યાજ્ઞિક દ્વારા આ કેસને રેરેસ્ટ આેફ ધ રેર કેસ ગણી આરોપી જીનલને મૃત્યુદંડની સજા કરવા માંગ કરી હતી. જો કે તે દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી ન હતી અને આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. સામા પક્ષે જીનલ પરમાર દોષિત થતાં સજામાં ઘટાડો કરવા જીનલના વકીલે દલીલો કરી હતી. ત્યારે કોર્ટ જણાવ્યું હતું કે આવા કેસમાં સજા ઘટાડવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશો જાય અને ફરિયાદીને અન્યાય થયાની લાગણી અનુભવાય. જેથી કોર્ટે આજીવન સજાનો હુકમ કર્યો હતો. મૃતક બાળકના પિતા સહિતના પરિવારજનોએે કોર્ટના ન્યાયને વધાવ્યો હતો અને ચાર વર્ષ બાદ ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો Theft at Dig Bhuvan Palace: લીંબડીના રાજવી પરિવારના પેલેસમાંથી ચાંદીની એન્ટિક વસ્તુઓની ચોરી
ઘટનાની વિગતો સુરેન્દ્રનગર શહેરનાં કૃષ્ણનગર વિસ્તારમાં પુત્રની હત્યા કરનાર સાવકી માતાનો કેસ લીંબડીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સુરેન્દ્રનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા શાંતિલાલ કાંતિલાલ પરમારે પ્રથમ પત્નીના અવસાન બાદ જીનલ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. શાંતિલાલને પ્રથમ પત્નીથી થયેલો ભદ્ર નામનો પુુત્ર હતો. જ્યારે જીનલને પણ અગાઉ કરેલા લગ્નથી પુત્રીનો જન્મ થયો હતો.
બેગમાં પૂરી દઈ કરપીણ હત્યા કરી લગ્નજીવનની શરૂઆતમાં સાવકી માતા જીનલ ભદ્રને સારી રીતે રાખતા હતાં. પરંતુ ધીમે ધીમે પુત્ર સાથે અણગમતું વર્તન કરવા લાગ્યાં હતાં. એવામાં 2018ની સાલમાં ફેબ્રુઆરી માસમાં જીનલે ભદ્રની બેગમાં પૂરી દઈ કરપીણ હત્યા કરી નાંખી હતી. જેમાં સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે જીનલ સામે આઇપીસી 302 મુજબ હત્યાનો ગુનો નોંધી જીનલની ધરપકડ કરી હતી અને કાર્યવાહીના પગલે તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી. આ કેસને હાઈકોર્ટની મંજૂરીથી લીંબડીની કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હતો.
આ પણ વાંચો ભાવનગરમાં દોઢ વર્ષ પહેલા માતા પુત્રની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ
આજીવન કેદની સજા તથા 5000 રૂપિયાનો દંડ સાવકી માતા દ્વારા પુત્રની હત્યાના આ કેસ તાજેતરમાં એડિશનલડિસ્ટ્રિક્ટ અને સેસન્સ જજની કોર્ટ લીંબડી ખાતે ચાલી જતા ન્યાયધીશે તમામ આધાર પુરાવા, પોલીસ તપાસ, વકીલોની દલીલો વગેરેને ધ્યાને લઈ આરોપી જીનલ પરમારને દોષિત ઠરાવ્યાં હતાં. તેમજ આજીવન કેદની સજા તથા 5000 રૂપિયાનો દંડ કર્યો હતો. જો દંડ ન ભરવામાં આવે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારતો ચૂકાદો કોર્ટે આપ્યો છે.