આ રોજગાર મેળામાં 4000થી વધુ લોકોને ટેલિફોનિક, ન્યૂઝપેપર, વોહ્ટસ એપ, મેઈલ, પત્ર સહિત સોશિયલ મીડિયા મારફતે જાણ કરવામાં આવી હતી. જેની અંદર 600 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સરકાર દ્રારા વિવિધ ક્ષેત્રોની અંદર લોકોને રોજગાર મળી રહે અને તમામ ક્ષેત્રોની અંદર લોકો જઈ શકે તે માટે વિવિધ કંપનીઓ દ્રારા ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાં કોમ્પ્યુટર, સુપરવાઈઝર, ક્વોલિટી ઈન્સપેક્ટર, એચઆર, સેલ્સ એકઝક્યુકેટીવ, ટેક્નીશ્યન, મીકેનિકલ, ફીટર, ટેલીકોલર સહીતની જગ્યાઓ માટે જોબ ફેરનું આયોજન કરાયું હતું.
આ બાબતે જિલ્લા રોજગાર કચેરીના અધિકારી જે.ડી.જેઠવા દ્વારા તમામ ક્ષેત્રોની અંદર લોકોને નોકરી મળી રહે તે માટૈ વધુંમા વધું પ્રત્યન હાથ ધરવામાં આવ્યા છે. આ બાબતે આ જોબ ફેરમા ભાગ લીધેલા વિદ્યાર્થીઓએ સરકારની કામગીરીને બિરદાવી હતી અને આગામી સમયમાં પણ આવી કામગીરી કરતા રહે તેમ જણાવ્યું હતું.