સમ્રગ દેશની અંદર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મદિવસના રોજ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગર મેડીકલ હોલ ખાતે આઈ.કે .જાડેજા.(પ્રદેશઉપપ્રમુખ શ્રી) દ્વારા સભ્ય નોંધણીની શરૂઆત કરાઇ હતી. આઈ.કે જાડેજા જણાવ્યું હતું કે, " ભારતીય જતના પાર્ટીના કાર્યકરો દ્વારા સદસ્યતા અભિયાન યોજવામાં આવ્યું છે." આમ, શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મ દિને અંતર્ગત કાર્યકરો લોકો સુધી પહોંચી સભ્ય બનાવી અને સદસ્યતા અભિયાનમાં સભ્યો બનાવતા હતાં. તેમજ તેમની પાસે વૃક્ષારોપણ પણ કરાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ દીલીપ ભાઈ પટેલ, નગરપાલિકા પાલિકાના પ્રમુખ વિપીન ભાઈ ટોળીયા, પૂવૅ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, વર્ષા બેનદોશી સહિત મહામંત્રી અને આગેવાનો તેમજ કાર્યક્રમાં ઉપસ્થિત રહ્યાં હતાં.