સુરેન્દ્રનગરઃ હાર્દિક પટેલની મુશ્કેલી વધારો થયો છે. જામનગર કોર્ટમાંથી રાહત મળ્યા બાદ કેસ હવે ધાંગધ્રા કોર્ટ પાસે આવ્યો છે. જેમાં 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ધ્રાંગધ્રાના હરિપર ગામમાં સભા યોજાઈ હતી. આ સભામાં ચૂંટણીની આચારસંહિતાનો ભંગ થયો હતો. જે મામલે હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. આ મામલે ધ્રાંગધ્રા કોર્ટમાં તેમના વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. જેની સુનાવણી માટે મુદત આપવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. જેને લઈને કોર્ટે હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે.
ધરપકડનું વોરંટઃ કોર્ટ કેસમાં સુનાવણી દરમિયાન ભાજપના ધારાસભ્ય કોર્ટમાં હાજર ન થતા ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે એક આચારસંહિતાનો ભંગ કર્યો હતો. વિરમગામ તાલુકામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા હાર્દિક પટેલ સામે પોલીસ ગુનો નોંધ્યો હતો. આ કેસ કોર્ટમાં જતા ધાંગધ્રા કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. પણ કોર્ટની સુનાવણી દરમિયાન તેઓ કોઈ રીતે હાજર થયા ન હાત
જામનગરમાંથી રાહતઃ આ પહેલા જામનગર કોર્ટમાંથી એમને રાહત મળી હતી. જામનગરની કોર્ટમાં કેસને લઈને દલીલ પૂરી થઈ ગઈ હતી. વર્ષ 2017માં અંકિત ઘેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. હાર્દિક પટેલના વકીલની દલીલને ગ્રાહ્ય રાખીને કોર્ટે આ ચૂકાદો આપીને રાહત આપી હતી. વિધાનસભાની ચૂંટણી વખતે ધાંગધ્રા પાસે આવેલા હરિપર ગામે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા જામનગર પાસે ધુતારપુર-ધૂળશિયા ગામે પાટીદાર સમાજનું સામાજિક સુધારણા અને શૈક્ષણિક તથા ખેડૂતોનાં પ્રશ્નોને લઈને એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વીડિયોગ્રાફી, લાઉડસ્પીકર, પંચ તેમજ સાહેદોના નિવેદનને આધારે વિવાદસ્પદ ભાષણ મામલે 12 જાન્યુઆરીના રોજ એક કેસ જામનગર એ ડિવિઝનમાં નોંધાયો હતો.
આ પણ વાંચોઃ Navsari Crime: આડાસંબંધોનું અણધાર્યું પરિણામ, રીલેશનશીપ છુપાવવા બાળકને પતાવી દીધું
ગ્રામ્ય કોર્ટકેસઃ માત્ર ધાંગધ્રા કે જામનગર જ નહીં પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પણ હાર્દિક પટેલ સામે કેસ ચાલી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં થયેલી સુનાવણી દરમિયાન પણ હાર્દિક પટેલ કોર્ટની સુનાવણીમાં ગેરહાજર રહેતા કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. તારીખ 8 ફેબ્રુઆરી એ પણ તેઓ કોર્ટની કામગીરીમાં હાજર ન રહેતા સમન્સ આપવામાં આવ્યું હતું. આ કેસમાં કોર્ટે એમને હાજર રહેવા માટેની મોટી ટકોર કરી હતી. હાર્દિક પટેલ સામે રાજદ્રોહ સહિત નાના-મોટા 20 કેસ નોંધાયેલા છે. હાર્દિક પટેલ પર થયેલા 20 ફોજદારી કેસ પેન્ડિગ છે. વર્ષ 2015માં હાર્દિક પટેલે અનામત આંદલોન કર્યું હતું એ સમયે એની સામે કેટલાક કેસ નોંધાયા છે. 20 કેસમાંથી નવ કેસમાં સજાનું એલાન થયું છે.