પ્રજ્ઞાચક્ષુ બાળાઓ અને માતાજીના નાનકડા પરિવાર માટે ભાગવત સપ્તાહ યોજીને સંસ્થા પરિસરમાં વસતા તમામ પિતૃઓના તર્પણ માટે અનોખી પહેલ કરી છે. ત્યારે શ્રી જયેશભાઇના પિતૃઓને પણ તેમના આ શુભ કાર્યથી આનંદ થશે તે નિર્વિવાદ સત્ય છે. જયેશભાઈ વિશાળ સમુદાય માટે અનેક સપ્તાહ યોજી ચૂક્યા છે. હાલમાં તા. 28 ડિસેમ્બરથી તા. 3 ડિસેમ્બર દરમિયાન તેઓ બપોરના 3થી 6 દરમિયાન સંસ્થા પરિસરમાં વસતા તમામ અંતેવાસીઓ, કર્મચારીઓ અને ટ્રસ્ટીઓ ભારતભૂમિ પર થયેલા અદભૂત ચરિત્રનું જીવન દર્શન કરાવીને અનોખો જ્ઞાન લાભ આપી રહ્યા છે.
તેમની સાથે તેમના સજીંદાઓ, સાઉન્ડ સિસ્ટમ તેમજ અન્ય સહયોગીઓએ પણ જોડાઇને સંસ્થા પરીસરને અનોખા લાભ પુરા પાડ્યા છે. આ શુભકાર્ય કરીને જયેશભાઈએ જગતને તો ત્યાગવાનો બોધ આપ્યો જ છે પણ તેને પોતે પણ સંસ્થા પરિવાર માટે અનોખી ત્યાગ ભાવના દર્શાવી જગતને અનોખી પ્રેરણા પૂરી પાડી છે. સંસ્થા પરિસરની તમામ નેત્રહિન બાળાઓ તેમના દ્વારા કરાતા ભરતી રસના પાનથી ખૂબ પ્રસન્ન છે.