આ માઇનોર કેનાલનું લગભગ 100થી 125 મીટરનું કામ બાકી છે, જે ત્રણ દિવસમાં પૂરું થઇ શકે તેમ છે, છતાં માઇનોર કેનાલનું કામ પૂરું ન કરીને પાણી છોડવામાં ન આવતા ત્રણેય ગામો માટે ખેતી પાકના સિંચાઈ પાણીનો પ્રશ્ન બળવતર બન્યો છે. હાલ આ પંથકમાં કપાસ, તલ, જુવાર,અડદ જેવા પાકો વરસાદ ન હોવાના કારણે પાક સુકાઈ રહ્યાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી હતી.
આથી આ માઇનોર કેનાલનું અધૂરું કામ પૂરું કરી પાણી છોડવાની ખેડૂતોએ માગ ઉઠાવી છે, તેમ છતા આ કેનાલના અધુરા કામ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.