સુરેન્દ્રનગર: કેન્દ્રીય ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ ગણતરીના દિવસોમાં ગુજરાત ભાજપ પ્રદેશ ભાજપ દ્વારા સુરેન્દ્રનગર ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કારોબારી બેઠકમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગની કામગીરી બાબતે પ્રેઝન્ટેશન આપ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે જો ગુજરાતમાં જે લોકો કાયદાને ફોલો કરશે એ ફાયદામાં રહેશે બાકી કાયદાનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાનું આયોજન: કારોબારી બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બહુમતી જીત થઈ છે અને સૌથી વધુ બેઠક સાથે જીત પ્રાપ્ત કરી છે. ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપના એક એક કાર્યકર્તાઓ જનતાની સેવામાં કઈ રીતે સહયોગી થઈ શકે તે બાબતની ચર્ચા કરવામાં આવી છે. જ્યારે સરકારની તમામ સેવાઓ લોકો સુધી સારી રીતે પહોંચે તે માટે કાર્યકર્તાઓ તત્પર છે અને આ માટે પણ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારની વિવિધ કામગીરીનું પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.
DGથી PI સુધી વ્યાજખોરો પર તવાઈ: રાજ્યકક્ષાના વધુમાં જણાવ્યું હતું કે પહેલા અધિકારીઓ પોતાની ઓફિસની ચેમ્બરમાં રહેતા હતા પરંતુ જે રીતે રાજ્ય સરકાર દ્વારા વ્યાજનો દુષણ દૂર કરવાનો એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી આજે વ્યાજના દૂષણની લડાઈમાં ગણતરીના દિવસોમાં જે ગુજરાતના પોલીસ વડાથી લઈને લોકોએ લોક દરબારનો આયોજન કર્યું છે. અત્યાર સુધીમાં કુલ 1650 જેટલા લોક દરબાર યોજવામાં આવ્યા છે અને 650થી વધુ વ્યાજખદોની ધરપકડ પણ કરવામાં આવી છે. હજારોથી વધુ લોકો વ્યાજના દૂષણમાંથી બહાર પણ નીકળ્યા છે.
કાયદાને ફોલો કરશે તે ફાયદામાં રહેશે: ગુજરાત રાજ્યમાં કાયદા ની પરિસ્થિતિ જળવાઈ રહે તેને ધ્યાનમાં લઈને રાજ્ય કારોબારી બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જે વ્યક્તિ કાયદાને ફોલો કરશે તે ફાયદામાં રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજ્યના પ્રવક્તા પોતાના ઋષિકેશ પટેલે પણ આવું જ નિવેદન આપ્યું હતું કે જે વ્યક્તિ વ્યાજે પૈસા આપવાનો ધંધો કરે છે તેણે આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે. જ્યારે હવે પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી બાબતની અરજી કરનારા અરજીની ફરિયાદ પણ ગણતરીના કલાકોમાં નિકાલ કરવામાં આવે છે.
આ પણ વાંચો Gujarat Budget 2023-24: 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે રાજ્યનું બજેટ
ગુજરાત સરકાર એક્શન મોડમાં: રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં નિવેદન કર્યું હતું કે ગુજરાત સરકારમાં આવી ગઈ છે અને ગુજરાતનો એક પણ સામાન્ય પરિવાર કેરી પરિવારના વ્યક્તિને જો કોઈ પણ પ્રકારે હેરાન કરવામાં આવશે તો તેને છોડવામાં નહીં આવે. આ જ પ્રકારે ડ્રગ્સ સામેની મુહિમમાં પણ ખૂબ જ મોટી સફળતા ગુજરાત પોલીસે પ્રાપ્ત કરી છે તે બદલ ગુજરાત પોલીસમાં અભિનંદનને પાત્ર છે.
આ પણ વાંચો સર્જિકલ સ્ટ્રાઈક પર દિગ્વિજય સિંહના નિવેદન સાથે હું સહમત નથી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી
પહેલા ગુજરાતના ખેલાડીની મજાક ઊડતી હતી: રમતગમત વિભાગના હવાલો સંભાળનાર-ગમત બાબતે પણ નિવેદન કર્યું હતું અને તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું તે પહેલા ગુજરાતના ખેલાડીઓના અન્ય રાજ્યમાં રમત રમવા માટે જવું પડતું હતું અને ત્યારે ગુજરાતી ખેલાડીઓની મજા કર ઉડાડવામાં આવતી હતી પરંતુ ગત વર્ષે જ ગુજરાત રાજ્ય જ 36 નેશનલ ગેમનો યજમાનની કરી હતી અને અનેક ગુજરાતી હોય તેમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ જીત્યા છે. જ્યારે આવનારા દિવસોમાં રમત ગમત ક્ષેત્રે વધુ આયોજન કરીને ગુજરાતના યુવાઓને રમત ગમત ક્ષેત્રે આગળ વધારવામાં આવશે.