આ શિબિરમાં આર્થિક રીતે પછાત તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ જેમાં દફ્તર, ચોપડા, કંપાસ, પાટી તેમજ પેન વગેરે શૈક્ષણિક સાધનો આપવામાં આવે છે. આધુનિક સમયમાં શિક્ષણ શું મહત્વ છે, તેનાથી માહિતગાર કરવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. તેમણે આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી હતી. સમાજમાંથી આવતા દરેક બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, જે સમાજમાં શિક્ષણ છે, તેને કારણે સમાજ પણ ખૂબ જ આગળ આવે છે. જ્યારે સંસ્થાના ટ્રસ્ટી બી.કે.પરમારે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા છેલ્લા 18 વર્ષથી કામ કરી રહી છે. દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષે પણ સમાજના 500 બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.