- શ્રદ્ધાળુઓએ કોરોનાની ગાઈડલાઈન સાથે વડવાળા દેવના દર્શન કર્યા
- મંદિર દ્વારા સોશિયલ મીડીયાના માધ્યમથી અને ઓનલાઇન અન્નકૂટ દર્શનની કરી વ્યવસ્થા
- કોરોના માહમારી નવા વર્ષમાં નાબૂદ થાય તેવી ભગવાનને પ્રાથના
સુરેન્દ્રનગરઃ જિલ્લાના દુધરેજ ખાતે આવેલા વડવાળા મંદિર સમસ્ત રબારી સમાજમાં શ્રદ્ધાનું અનોખુ સ્થાન ધરાવે છે. ત્યારે વર્ષોથી વડવાળા મંદિર ખાતે દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઈ મંદિરમાં ભવ્ય ઉજવણી બંધ રાખવામાં આવી હતી અને લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે મંદિર દ્વારા ઓનલાઇન અને સોશીયલ મીડીયાના માધ્યમથી શ્રદ્ધાળુઓ માટે અન્નકૂટ દર્શન, વડવાળા દેવના દર્શન, આરતી સહિતના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શ્રદ્ધાળુઓએ કોરોના ગાઈડલાઈન્સનું પાલન કર્યું
શ્રદ્ધાળુઓએ પણ કોરોના વાયરસનુ સંક્રમણ ન ફેલાય તે માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કર્યા હતા. જ્યારે આ તકે વડવાળા મંદિરના મહંત કોઠારી મુકુંદસ્વામી તેમજ 1008 મહા મંડલેશ્વર કનિરામ બાપુએ શ્રદ્ધાળુઓને આવનારું વર્ષ સારૂં જાય તેમજ હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસની માહમારી સામે લડી રહ્યુ છે. ત્યારે ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે કોરોના વાયરસ જલ્દીથી નાબૂદ થાય તેમજ યુવાનો વ્યસનથી દૂર રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.