સુરેન્દ્રનગરઃ સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરથી દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કાર રેસર ભરત દવેનું કોરોનાને કારણે મોત થયું છે.
રાજકોટના પૂર્વ મેયર ભાવના જોષીપુરાના નાનાભાઈ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કાર રેસર ભરત દવે કોરોના સંક્રમિત થયા હતા. જેથી તેમને સરાવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમનું મોત થયું છે. ભરત દવે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે કાર રેસમાં 5 વખત ચેમ્પિયન બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભરત દવેએ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનની કેન્દ્રવર્તી થીમ સાથે 29 દિવસમાં 29 રાજ્ય અને 29 પાટનગરની મુલાકાત લઇને વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો.