ETV Bharat / state

માછીમારોની ફરિયાદ સાંભળવા ધારાસભ્ય નૌશાદ સોલંકીએ લીંબડીના નાની કઠેચી ગામની લીધી મુલાકાત - સુરેન્દ્રનગર લોકલ ન્યુઝ

લીંબડી તાલુકાના નાની કઠેકી ગામના નળસરોવર વિસ્તારમાં માછીમારી કરતા પઢાર જ્ઞાતિના લોકોને નળસરોવર પક્ષી અભિયારણના ફોરેસ્ટર દ્વારા હેરાન કરતા હોવાની ફરિયાદ મળી હતી. આથી લખતર દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ નાની કઠેકી પાસે આવેલા નળસરોવરના જુદાજુદા બેટની મુલાકાત લીધી હતી.

દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ લીંબડી તાલુકાના નાની કઠેચી ગામની લીધી મુલાકાત

author img

By

Published : Nov 28, 2020, 1:50 PM IST

  • માછીમારોને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવાની ફરિયાદ
  • માછીમારી કરી ગુજરાન ચલાવતા લોકોને તંત્ર દ્વારા જગ્યા ખાલી કરવાનું કહેતા રોષ
  • ધારાસભ્ય નૌશાદ સોલંકીએ CM વિજયભાઈ રૂપાણીને કરી રજૂઆત
  • યોગ્ય ઉકેલ નહીં આવે તો માછીમારો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી

સુરેન્દ્રનગરઃ લીમડી તાલુકાના નાની કઠેકી ગામના નળસરોવર વિસ્તારમાં માછીમારી કરતા પઢાર જ્ઞાતિના લોકોને નળસરોવર પક્ષી અભિયારણના ફોરેસ્ટર દ્વારા હેરાન કરતા હોવાની ફરિયાદ મળી હતી. આથી લખતર દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ નાની કઠેકી પાસે આવેલા નળસરોવરના જુદાજુદા બેટની મુલાકાત લીધી હતી.

દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ લીંબડી તાલુકાના નાની કઠેચી ગામની લીધી મુલાકાત
ફોરેસ્ટના અધિકારીઓ લાકોને હેરાન કરતા હોવાની ફરિયાદ

લીંબડી તાલુકામાં આવેલા નાનીકઠેકી ગામ પાસે નળસરોવરના જુદાજુદા બેટ પર નાનીકઠેકી રાણાગઢ પનાળા પરેલી મૂળ બાવળા સહિતના ગામોની પઢાર જ્ઞાતિના લોકો તેમની પેઢી દર પેઢીથી નળસરોવરમાં આવેલા બેટો પર નળસરોવર ભરાતા ત્યાં વસવાટ કરી તેઓ માછીમારી કરવી થેગ જીતેલા જેવી પાણીમાં થતી ખાવાની ચીજ વસ્તુ કાઢી જીવનનિર્વાહ ચલાવે છે. ત્યારે નળસરોવર પક્ષી અભયારણના અધિકારી તેમને બેટ પર આવી તેમને બેટ ખાલી કરી જતા રહેવા અને કોર વિસ્તારમાં માછીમારી કરતા હોવાનું કહી હેરાન પરેશાન કરે છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા અહિ રહેતા લોકોની માછલી પકડવાની જાળ સહિતની સામગ્રી કાપી ઘરવખરી સહિત 6 બોટ ભરી સામાન લઈ ગયા હોવાની ફરિયાદ થઈ રહી છે.

ધારાસભ્ય નૌશાદ સોલંકીએ નાની કઠેચીની લીધી મુલાકાત

તેમની માછલી પકડવાની જાળો સળગાવી દેવી તેમના જાળ બાંધવાના વાસ કાપી નાખી અને જો બેટ ખાલી કરી નહિ જાય તો તેમના ઉપર કેસ કરી બધો સામાન લઈ ગયા હોવાનું લખતર દસાડા ધારાસભ્ય નૌશાદ સોલંકીને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેઓએ તેમના બેટ પર જઈ તેમની રૂબરૂ મુલાકાત લીધી હતી, ત્યાંથી ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓ અને વન વિભાગના મંત્રી સાથે ટેલિફોનિક વાત કરી પઢાર જ્ઞાતિના લોકોને અધિકારીઓ હેરાન કરતા હોવાનુ જણાવ્યુ હતુ. તેમજ તેમની સાથે કાયદાના દાયરામાં રહી અધિકારીઓ વર્તન કરે અથવા જો આ લોકો કોઈ ઉગ્ર પગલું ભરશે તો જવાબદારી સરકારની રહેશે.

માછીમારો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી

માછીમારી કરી વર્ષોથી પરિવારનું ગુજરાન ચલાવતા હોવા છતાં તંત્ર દ્વારા જગ્યા ખાલી કરવાનું કહેતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહીત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. આગામી દિવસોમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો માછીમારો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.