લખતરમાં ગામલોકોની ઘણા સમયની માંગ બાદ રાજય સરકારે નવું બસ સ્ટેશન તૈયાર કર્યુ હતું. ત્યારે કોઇ અસામાજિક તત્વોએ નવા જ બનાવેલા બસ સ્ટેશનમાં રાતના સમયે ઓફિસના કાચ, ખુરશીઓ, બેસવાના બાંકડા અને બસ સ્ટેશનમાં રાત્રિ રોકાણ માટે પડેલી બસ સહિતમાં તોડફોડ કરી હતી.
નવનિર્માણ બસ સ્ટેશનમાં તોડફોડથી લાખો રૂપિયાનું નુકશાન થતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. CCTV કેમેરા ચેક કરતા રાત્રિના એક યુવક ધોકો લઇ તોડફોડ કરતો જોવા મળ્યો હતો. CCTV આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવક લખતર ગામનો જ વિપુલ નરશીભાઇ છે. પોલીસે યુવકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ યુવક અસ્થિર મગજનો હોવાનું પોલીસે જણાવ્યું હતું ત્યારે હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ યુવક ખરેખર અસ્થિર મગજનો છે કે ખોટા નાટક કરી રહ્યો છે. તોડફોડ કોઈના ઈશારે કરવામાં આવી છે કે પછી કોઇ રાજકીય રમત છે.