ગુજરાત ક્ષત્રીય સમાજ દ્વારા આયોજિત છઠ્ઠી વાર્ષિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં IOC કોલોની પાછળ ગ્રાઉન્ડમાં 8 દિવસ સુધી રમાઇ હતી. જેમાં રાજ્યની 32 ટીમો જોડાઇ હતી. જેની ફાઇનલમાં શિવશક્તિ ઇલેવન રાજકોટ અને ઝાલાવાડ ઇલેવન સુરેન્દ્રનગર ટકરાતાં પ્રથમદાવમાં રાજકોટની ટીમે 12 ઓવરમાં 154 રન બનાવ્યા હતા.
લક્ષ્યનો પીછો કરતા સુરેન્દ્રનગરની ટીમે જોરદાર બેટિંગ કરી 154 રન બનાવતા મેચ ટાઇ રહી હતી. જેથી પરીણામ માટે સુપરઓવર રમાતા. સુરેન્દ્રનગર ટીમ સુપર ઓવરમાં પ્રથમ દાવ લેતા બંન્ને બોલમાં બે વિકેટ સુરેન્દ્રનગર ટીમની પડી જતા રાજકોટની ટીમને જીત નજીક દેખાતી હતી, ત્યારે બીજા દાવમાં આવેલા રાજકોટની ટીમની પણ પ્રથમ બોલે વિકેટ પડતા દર્શકોમાં વનડે વર્લ્ડકપની ફાઇનલ જેવો ઉત્સાહ જાગ્યો હતો. પરંતુ બીજા બોલે રાજકોટની ટીમે ચાર રન કરતા વિજેતા બની હતી. સુરેન્દ્રનગર ટીમ સામે રાજકોટની ટીમ ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટ મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર યુવરાજસિંહ ઝાલા, બેસ્ટ બેટ્સમેન અભિરાજસિંહ પરમાર બનતા ઇનામો અને ટ્રોફી અર્પણ કરાઈ હતી.
જ્યારે વિજેતા ટીમ 21 હજાર અને રનરઅપ ટીમને 11 હજારના ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડૉ. રૂદ્રદત્તસિંહ ઝાલા, અખિલ ગુજરાત રાજપૂત યુવાસંઘ પ્રદેશ પ્રમુખ વિશુભઝાલા, નગરપાલિકા કારોબારી ચેરમેન અશોક સિંહ પરમાર, કરણી સેના પ્રદેશ પ્રમુખ લકકી રાજસિંહ ઝાલાના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.