ETV Bharat / state

લોકડાઉનમાં નિયમનું પાલન નહીં થતા બેંક અધિકારી સામે ફરિયાદ

હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે તેનું પાલન થાય તે ખૂબ જરૂરી છે, ત્યારે ધ્રાંગધ્રામાં બે અલગ અલગ બેંકમાં ફરજ બજાવતા અધિકારીઓ જિલ્લાની સરહદથી અવરજવર કરતા હોવાનું ધાંગધ્રા પોલીસને ધ્યાનમાં આવતા આ બન્ને અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

લોકડાઉનમાં નિયમનું પાલન ન થતા બેંકના 2 અધિકારીઓ સામે ફરિયાદ

author img

By

Published : Apr 26, 2020, 11:26 AM IST

સુરેન્દ્રનગર: હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે તેનું પાલન થાય તે ખૂબ જરૂરી છે. અને તે માટે સરકાર તેમજ પોલીસ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે અને હાલમાં રાજ્યમાં પણ કોરોનાનો કહેર યથાવત છે. તે માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પણ પ્રવેશ ઉપર પ્રવેશ બંધી છે, ત્યારે ધ્રાંગધ્રામાં બે અલગ અલગ બેંકમાં ફરજ બજાવતા અધિકારીઓ જિલ્લાની સરહદથી અવરજવર કરતા હોવાનું ધાંગધ્રા પોલીસને ધ્યાનમાં આવતા આ બન્ને અધિકારીઓ વિરુદ્ધ અલગ જિલ્લામાંથી અલગ જિલ્લામાં પ્રવેશ કરવા બદલા લોકડાઉનના જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ દાખલ કરી બન્નેને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ધાંગધ્રા પોલીસ દ્વારા એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં ધાંગધ્રા DYSP આર.બી.દેવધા દ્વારા લોકોને અપીલ કરી સહકાર આપવા જણાવવાની સાથે અધિકારી હોય કે, નાનો માણસ જો જાહેરનામા ભંગની કોઈ બાબત ધ્યાને આવશે તો કોઈપણ જાતની શરમ વગર ગુનો દાખલ કરાશે. આમ ધાંગધ્રામાં SBI અને બંધન બેંકના અધિકારી કક્ષાના 2 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતાં પ્રજામાંઆ અંગે ફફડાટ સાથે લોકડાઉનમાં કડક અમલવારી અંગે એક ઉદાહરણ પૂરું પડ્યું છે.

ફરિયાદ થયેલા વ્યક્તિના નામ

  • રચિત એમ.શાહ (SBI બેંકના ક્લાર્ક)
  • રણછોડભાઈ કે. કગથરા (બંધન બેંકના કર્મચારી)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.