લખતર તાલુકા પંચાયતની છારદ બેઠક પર કોંગ્રેસના જશુબેન નૈત્રાનો 20 મતોથી અને લખતર બેઠક નંબર-3 પર ભાજપના સરોજબેન માલવણીયાનો 193 મતોથી વિજય થયો હતો. બીજી તરફ લીંબડી તાલુકા પંચાયતની અંકેવાળીયા બેઠક પર ભાજપના નાગરભાઈ રાઠોડનો 678 મતોથી વિજય થયો હતો.
ચોટીલા તાલુકા પંચાયતની 4 સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં ચોટીલા તાલુકા પંચાયતની ખેરાણા બેઠક પર ભાજપના લાડુબેન પલાળીયાનો 839 મતોથી અને મોકાસર બેઠક પર કોંગ્રેસના કનુબેન મેટાળીયાનો 771 મતોથી વિજય થયો હતો.
ઢોકળવા બેઠક પર કોંગ્રેસના ભાનુબેન ઝાપડીયાનો 125 મતથી અને ગોલીડા બેઠક પર ભાજપના રિંકલબેન પાંચાણીનો 242 મતોથી વિજય થયો હતો. આમ, સુરેન્દ્રનગર જિલ્લાની લખતર, લીંબડી અને ચોટીલા તાલુકા પંચાયતની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા હતા.લખતર બેઠક નંબર -૩, અંકેવાળીયા, ખેરાણા અને ગોલીડા બેઠક પર ભાજપના ઉમેદવારો વિજયી થયો હતા. છારદ, મોકાસર અને ઢોકળવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી થયા હતા.