સુરેન્દ્રનગર સામાન્ય રીતે ભાજપની કારોબારી બેઠક મહાનગરોમાં યોજાતી હોય છે, પરંતુ આ વખતે સૌપ્રથમ વખત ભાજપની કારોબારી બેઠક એક જિલ્લામાં યોજાશે. તે જિલ્લાનું નામ છે સુરેન્દ્રનગર. અહીં 23 અને 24 જાન્યુઆરી એમ 2 દિવસ સુધી ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટેની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો ભાવનગર પુર્વના ધારાસભ્ય એ લોકપ્રશ્નો સાંભળ્યા, આગામી 5 વર્ષનો પ્લાન કહ્યો
સૂરસાગર ડેરીમાં યોજાઈ બેઠક ભાજપની કારોબારી બેઠકના આયોજન અંગે સુરેન્દ્રનગર સૂરસાગર ડેરી ખાતે એક બેેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા જિલ્લાના પાંચેય ધારાસભ્યો સહિત જિલ્લાના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો અધિકારીઓ સાથેની સંકલન બેઠકમાં ધારાસભ્ય કુંવરજી હળપતિ આક્રામક મૂડમાં
બેઠકમાં રણનીતિ ઘડાશે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં 23 અને 24 જાન્યુઆરી દરમિયાન ભાજપની કારોબારી બેઠક યોજાવા જઈ રહી છે. અહીં પંડિત દિનદયાળ હોલમાં આ બેઠક યોજાશે. ત્યારે આ બેઠકમાં ભૂતકાળનું તેમ જ વર્તમાનના લેખા જોખા અને ભવિષ્યની રણનીતિ ઘડવામાં આવશે. તો આ પ્રદેશ કારોબારીની બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, રાજ્ય પ્રધાનો, ધારાસભ્ય અને સાંસદ સહિત કુલ 600થી વધુ નેતાઓ સુરેન્દ્રનગરમાં મહેમાન બનશે.
કાઠીયાવાડી ભોજન પીરસાશે જ્યારે કારોબારીની બેઠકમાં ઉપસ્થિત રહેનારા મહેમાનોનું કાઠીયાવાડી ભોજન રોટલો, રિંગણનો ઓળો, લીલા ચણાનું શાક સહિતની વાનગીઓ પીરસવામાં આવશે.
ભાજપે શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત મેળવી છે. ત્યારે આ જીતના કારણે ભાજપે નવો રેકોર્ડ પણ સ્થાપિત કરી લીધો છે. એટલે હવે ચૂંટણી પછી ભાજપ પોતાની નવી રણનીતિ બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ છે. આ સાથે જ ભાજપ હવે આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે પણ મહેનત કરી રહ્યું છે. ભાજપે ચૂંટણી માટેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. તેવું લાગી રહ્યું છે.