ત્યારે લોકો આગળ આવે અને પોતાના પરિવારમાં આવતા યાદગાર પ્રસંગ જેવા કે જન્મદિવસ, લગ્ન કે કોઈ સારા કાર્ય માટે આપણે વૃક્ષોનું વાવેતર કરી અને તેનું જતન પણ કરી આ ફરજ આપણા બધાની છે. લોકો પણ આગળ આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. જ્યારે ફોરેસ્ટના અધિકારી દ્વારા વૃક્ષનું શું મહત્વ છે, તેમજ આ વિસ્તારમાં વધુ વૃક્ષોનું વાવેતર જરૂરી છે અને આપણે આપણા જિલ્લાને અને રાજ્યને ગ્રીન ગુજરાત બનાવી અને તે માટે લોકોનો સહકાર આપવા માટે આગળ આવે તે ખુબજ જરૂરી છે અને હાલ માં વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની જે પરિસ્થિતિ છે.
જે આપણી આવનારી પેઢીને વધુ તકલીફ ન પડે તે માટે રાજ્યમાં વિવિધ જગ્યાએ વન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યા છે. વૃક્ષ હોવાથી જમીનનું ધોવાણ અટકશે પર્યાવરણની જાળવણી કરી શકી. હાલમાં જિલ્લામાં 43 લાખ જેટલા વૃક્ષો છે. અને હજી પણ તે સંખ્યા વધે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવે તે માટે અપીલ લોકોને કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વન વિભાગ દ્વારા લોકોને વિના મૂલ્યે રોપા આપવામાં આવ્યા હતા.
આ સાથે જે લોકો પર્યાવરણને બચાવવા માટે કાર્ય કરતા સાથે વૃક્ષોનું જતન કરતા લોકોને પ્રમાણપત્ર સાથે એવૉર્ડ પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વઢવાણના ધારાસભ્ય, માજી ધારાસભ્ય તેમજ નગરપાલિકાના પ્રમુખ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જિલ્લા કલેકટર, જિલ્લાના વન અધિકારી તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમના અંતે મંત્રી તેમજ મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યુ હતુ.