સુરેન્દ્રનગરઃ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉન તેમજ જાહેરનામાના ભંગ બદલ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે જિલ્લામાંથી પસાર થતાં મુખ્ય હાઈવે (અમદાવાદ-રાજકોટ તરફ જતા આવતા) અને અન્ય મહત્વના રોડ પર 12 જેટલા ચેક પોસ્ટ પોલીસ સ્ટેશન કાર્યરત છે, તેમજ અન્ય મહત્વના રોડ તથા શહેર તાલુકા મથકને લોકડાઉનનો અમલ કરવા 76 જેટલા ચેક પોસ્ટ પોલીસ સ્ટેશન/ વાહન ચેકીંગ પોઇન્ટ કાર્યરત છે.
જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં જાહેરનામાના ભંગ બદલ કુલ 1714 ગુના દાખલ થયા છે, જ્યારે 1188 વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરીને 129 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે CCTV સર્વેલન્સનો ઉપયોગ કરીને 34 જેટલા કેસ દાખલ કરી જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાય નહિ તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સતર્કતાથી કામગીરી કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકડાઉન જાહેરનામાના ભંગ બદલ 1188 વાહનોને ડિટેઇન કરાયા - લોકડાઉન
કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉન તેમજ જાહેરનામાના ભંગ બદલ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જાહેરનામાના ભંગ બદલ 1188 વાહનો ડિટેઇન કરાયા છે.