ETV Bharat / state

Surat News: સુરતમાં બાઈકચાલકને મદદ કરવા ગયેલ શખ્સને હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યો - શખ્સને હાર્ટ એટેક આવતા મોત

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામે અકસ્માતગ્રસ્ત બાઈક ચાલકને મદદ કરવા ગયેલ 41 વર્ષીય શખ્સને હાર્ટ એટેક આવ્યો હતો. જો કે સારવારપૂર્વે જ શખ્સનું મોત થઇ જતા ચકચાર મચી હતી.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 23, 2023, 8:44 PM IST

41 વર્ષીય શખ્સને હાર્ટ એટેક, સારવારપૂર્વે જ મોત

સુરત: હાલ રાજ્ય અને શહેર જિલ્લામાં યુવાનોમાં હૃદય રોગના હુમલાથી મોતની ઘટનામાં વધારો થતાં ચિંતાજનક સ્થિતિ ઉદભવી છે. ત્યારે સુરતમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. બાઈક ચાલકને મદદ કરવા ગયેલ શખ્સને હાર્ટ એટેક આવતાં મોત થયું હતું.

શખ્સનું હાર્ટ એટેકથી મોત: મુન્ના બિપ્રચરણ દલાઇ સાયણ વિસ્તારમાં રિક્ષામાં લોકોને ટીફિન પહોંચાડી પોતાનાં પરીવારનું ગુજરાન ચલાવતો હતો. મુન્ના ગામે રિક્ષામાં જઇ રહ્યો હતો. ત્યારે રસ્તા ઉપર મારૂતી પાર્ક સોસાયટી પાસે એક બાઇક ચાલક સ્લિપ થઇ ગયો હતો. જેને બચાવવા માટે પોતાની રીક્ષામાંથી ઉતરી બાઇક ચાલકને ઉભો કરતી વેળા મુન્ના દલાઇને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા હાજર મોટરસાઇકલ ચાલકે એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. મુન્ના દલાઇને સાયણ ખાતે આવેલા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ મુન્નાને તપાસી મૃત જાહેર કર્યો હતો.

પરિવારજનોમાં શોકનો માહોલ: બનાવની જાણ પ્રમોદ પ્રધાને ઓલપાડ પોલીસને જાણ કરતા હરકતમાં આવેલી ઓલપાડ પોલીસે બનાવનાં સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી. 41 વર્ષીય મુન્ના દલાઈના આકારેમાંથી પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે. સમગ્ર કેસની તપાસ કરનાર બીટ જમાદાર ગણેશ ભાઈએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાર્ટ એટેકના કારણે યુવકનું મોત નિપજ્યું છે. પોલીસ દ્વારા તાત્કાલિક પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. યુવકના મૃતદેહનો કબજો પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.

ઓલપાડ તાલુકામાં એક યુવકનું મોત: થોડા દિવસ અગાઉ પણ ઓલપાડમાં વિપુલ નરસિંહભાઇ દુધાત રત્ન કલાકારીનું કામ કરી પોતાનાં પરીવારનું ગુજરાન ચલાવતા હોય ગત રાત્રીનાં 10 વાગ્યાને સુમારે પોતાનાં મકાનનાં ધાબા ઉપર સુવા માટે ગયા હતા. ત્યારે વહેલી સવારે તેમને જગાડતા જેઓ નહીં જાગતાં યુવકનું મોડી રાત્રે ઉંઘમાં જ હાર્ટએટેકથી મોત થયાની સુત્રો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી

  1. Surat news : સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા થયું મોત
  2. Aravalli News: વધુ એક યુવક ક્રિકેટ રમતા-રમતા ઢળી પડ્યો, એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.