સુરત: સુરતમાં ચાલુ બસે ઉતરવા જતા યુવક નીચે પટકાતા મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ કતારગામ દરવાજા પાસે આજે બપોરે અઢી વાગ્યાંની આસપાસ એક બ્લ્યુ કલરની સીટી બસ વેડ રોડથી કતારગામ તરફ જઈ હતી ત્યારે તેમાં બેઠેલો એક યુવક અચાનક જ ચાલુ બસમાંથી નીચે પટકાઈ ગયો હતો. બસના પાછળના ટાયરમાં આવી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જોકે આ જોઈ સ્થાનિકો દોડી આવ્યા હતા. જોકે ઘટનાની જાણ થતા જ ચોક બજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ: ચાલુ બસે ઉતરવા જતા યુવક નીચે પટકાતા મોત થવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના ઘટના સ્થળ ઉપર લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક બ્લુ કલરની સીટી બસ જતી જોવા મળી રહી છે તેમાં દરવાજા પાસેથી નીચે પટકાતો જોવા મળી રહ્યો છે અને નીચે પટકાતા જ તેના ઉપરથી બસનું પાછળનું ટાયર ફરીવળતા તેનું ઘટના સ્થળ પર જ મોત થઇ જાય છે.
'અમારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ કતારગામ દરવાજા પાસે ચાલુ સીટી બસમાંથી એક યુવક કોઈક રીતે નીચે પડી જતા તે બસના પાછળના ટાયરમાં આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. જેની માહિતી મળતા જ અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં મોત થયેલ યુવકનું નામ સુબર્તિ સફરખાન જેઓ 38 વર્ષના હતા. તેઓ સિંગણપોર વિસ્તારમાં આવેલ વિશ્રામનગરમાં પરિવાર સાથે રહેતો હતો. તેઓ આજરોજ પોતાના ઘરેથી કતારગામ જવા માટે સીટી બસમાં ચઢ્યો હતો.' -બી.કે. તિરકર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ચોક બજાર પોલીસ સ્ટેશન
ઘટના સ્થળે જ મોત: તેમને વધુમાં જણાવ્યું હતું કે બસ કતારગામ દરવાજા પાસે પોંહચતા જ ચાલુ બસમાંથી સુબર્તિ દરવાજા પાસે ઉભો હતો અને નીચે પડી જતા તેના ઉપરથી બસનું પાછળનું ટાયર ફરીવળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે આ જોઈ બસ ડ્રાયવરને કાંઈ સમજ પડે તે પહેલાં જ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજી બાજું ઘટનાની જાણ થતાં જ પરિવાર પણ ત્યાં પહોંચી ગયું હતું. આ જોઈ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.