ETV Bharat / state

અંતિમવિધિ કરીને પરત ફરતા યુવકને રસ્તામાં ભેટી ગયો યમરાજ - પરિવારમાં શોકનો માહોલ

સુરતના ઓલપાડમાં અંતિમ સંસ્કાર પતાવીને (man died in an accident returning from the funeral) ટેમ્પામાં પરત ફરતાં યુવાનનું અકસ્માતમાં મોત (young man accident in surat) નીપજ્યું હતું. કુદિયાણા ગામ નજીક ટેમ્પાનો ચાલક રોડ ઉપર સામેથી આવતા એક બાઈક ચાલકને બચાવવા જતાં ટેમ્પો પલટી મારી જતાં અકસ્માત (driver lost control on the steering young man death) સર્જાયો હતો. જ્યારે અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ટેમ્પા ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંતિમવિધિ કરીને પરત ફરતા યુવકનું મોત
અંતિમવિધિ કરીને પરત ફરતા યુવકનું મોત
author img

By

Published : Jan 1, 2023, 8:31 PM IST

સુરત: ઓલપાડમાં એક વૃદ્ધાનું અવસાન થતાં સંબંંધીઓ અંતિમ સંસ્કાર કરીને પરત ફરી રહ્યા હતા. કુદીયાણા ગામ નજીક સામેથી આવતાં બાઈકચાલકને બચાવવા જતાં મૃતકના ભત્રીજાએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો (driver lost control on the steering young man died) હતો. એક જ પરિવારમાં મોતની બે ઘટનાઓને લઈને કુંટુંબમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. (young man died accident in surat)

બાઈકચાલકને બચાવવા જતાં અકસ્માત: પ્રાપ્ત માહિતી અનુસાર ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના આડમોર ગામના મેઘ ફળિયાનાં મૂળ વતની રમીલાબેન પટેલ તેમના પુત્રના અવસાન બાદ ઓલપાડ ખાતે રહેતી પુત્રી જયા સાથે રહેતાં હતાં. જો કે વૃદ્ધા રમીલાબેનનું બીમારીને કારણે અવસાન થતાં તેમનો મૃતહેહ વતનના આડમોર ગામે વિધિ માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં વિધિ બાદ સાંજના મૃતકના અંતિમ સંસ્કાર માટે સગાઓ સહિત ગ્રામજનો ટેમ્પામાં બેસી સુરત ખાતેની કુરૂક્ષેત્ર સ્મશાન ભૂમિમાં લાવ્યા હતા. જ્યાં મોડી રાત્રે અંતિમ સંસ્કાર પૂર્ણ થતા ફરી ટેમ્પામાં બેસી પરત ફરી રહ્યા હતા. રાત્રે 10.45 વાગ્યાના આસપાસ કુદિયાણા ગામની સીમમાં આવેલ કેરિંગ્ટન ક્લબ એન્ડ રિસોર્ટ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રોડ ઉપર સામેથી આવતા એક બાઈક ચાલકને બચાવવા જતાં ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરનો અચાનક કાબૂ ગુમાવી દેતાં ટેમ્પો માર્ગની સાઈડમાં પલટી મારી ગયો હતો.

આ પણ વાંચો : દૂધના પૈસા ન આપતા સગર્ભા મહિલા સાથે મારપીટ, અજાત બાળકનું મોત

ટેમ્પો પલટી મારતાં મોત: ટેમ્પો પલટી મારીને નીચે દબાતા મૃતકના ભત્રીજાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ કુદિયાણા સહિત આડમોર ગામના લોકો ઘટનાસ્થળે મદદ માટે દોડી આવ્યા હતા. તેઓએ અકસ્માતમાં ઘાયલ થયેલ સાતથી વધુ સગાઓને રાંદેર ખાતેની બે અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતાં. આ મામલે મૃતકના ભાઈ કલ્પેશ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં ટેમ્પા ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : 2022ના ટોપ ક્રાઈમ ન્યૂઝ, હ્રદયને હચમચાવી નાંખે તેવી ક્રાઈમની ઘટનાઓ

પરિવારમાં શોકનો માહોલ: મૃતક યુવાન હિરેન પટેલ ખૂબ જ મળતાવડા સ્વભાવનો હતો. નાનપણમાં જ તેણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જયારે એક વર્ષ પહેલા જ હિરેનના લગ્ન ઓલપાડ તાલુકાના કુંકણી ગામે થયાં હતા. એક જ પરિવારમાં અકસ્માત દુર્ઘટનામાં વધુ એક મોતની ઘટના બનતા સમગ્ર આડમોર ગામ સહિત ઓલપાડ તાલુકાના તળપદા કોળી પટેલ સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.