સુરત: સુરત શહેરમાં કાપડ મિલમાં કામ કરતી વખતે મશીનમાં મહિલા આવી જતા તેનું મોત નીપજ્યું છે. જોકે આ પેહલા પણ કાપડ મિલમાં કામ કરતી વખતે મશીનમાં એક આડેધ વયમાં વ્યક્તિનું મોત નિપજ્યું હતું. એક જ અઠવાડિયામાં આવી બે ઘટનાઓ સામે આવી છે. હાલ આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
મિલમાં કામ કરતી મહિલાનું મોત: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના નગર ખાતે રામ લખનની ચાલમાં રહેતી 36 વર્ષીય ટુપ્પા દેવી દિનબંધુ પાંડે જેઓ પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ પ્રેમ મિલમાં કામ કરીને પરિવારને આર્થિક મદરૂપ થતા હતા. ગઈકાલે સાંજે તેઓ મિલમાં કામ કરતી વખતે તેઓ કોઈક રીતે મશીનમાં આવી જતા તેમનું મોત નીપજ્યું હતું. જોકે આ જોતા જ મિલના કામદારો ઘભરાઈ ગયા હતા અને મશીન બંધ કરી દીધી હતી. તેમણે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
અકસ્માતનો ગુનો નોંધી તપાસ તેજ: હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. હાલ આ મામલે પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોકે મહત્વની વાત એ છે કે, થોડા દિવસ પહેલા જ આજ મિલમાં 69 વર્ષીય અધેડનું મશીનમાં આવી જતા મોત નીપજ્યું હતું. ગઈકાલે ફરી પછી એક મહિલા મશીનમાં આવી જતા તેમનું મોત નીપજ્યું છે. જેથી આ ઘટનાને લઈને સુરતમાં કામદારોની સેફ્ટી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સાડીનો છેડો મશીનમાં આવી જતા અકસ્માત: આ બાબતે પ્રેમ મિલના સુપરવાઇઝર અનીશ આલમે જણાવ્યું હતું કે,આ ઘટના ગઈ કાલે સાંજે 5:30 વાગે બની હતી. ટુપ્પાદેવી દિનબંધુ પાંડે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ મિલમાં કામ કરે છે અને પોતાનું પરિવારનું ગુજરાન ચલવે છે. કાલે તેમનો સાડીનો છેડો મશીનમાં આવી જતા તેઓ પણ મશીનમાં આવી જતા તેઓનું ત્યાં જ મોત નીપજ્યું હતું. પરંતુ અમને એવું લાગતું હતું કે તેમનો શ્વાસ ચાલતો હશે જેથી તેમને 108 એમ્બ્યુલન્સ માં નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમને ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
9 મહિનાથી મિલમાં કામ કરતી હતી મહિલા: આ બાબતે મૃતક ટુપ્પાદેવીના પતિએ દિનબંધુ પાંડે જણાવ્યું કે, મારી પત્ની છેલ્લા 9 મહિનાથી મિલમાં કામ કરતી હતી. કારણ કે અમારે ત્રણ સંતાનો છે. એમાં એક છોકરાઓ અને બે છોકરીઓ અમારે તેમના અભ્યાસ માટે મારી પત્ની મિલમાં કામ કરતી હતી અને મારા પગારથી હું મારા ઘરનું ગુજરાન ચલાવતો હતો. મારી પત્નીની ઈચ્છા હતી કે તેમના છોકરાઓ ભણીને મોટા થઈને મોટા માણસો બને. પરંતુ ક્યાં ખબર હતી કે આવી ઘટના બની જશે. હું પ્રાઇવેટ ટેમ્પો ચલવું છું.
અકસ્માતની ઘટનાઓમાં વધારો: તેમને જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે 6:30 વાગે મને ફોન આવ્યો હતો કે આ રીતે ઘટના બની છે. હું ઘરે જ હતો જેથી મેં ફટાફટ હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાં મારી પત્નીને ડોક્ટર મૃત જાહેર કર્યો હતો. મને કઈ જ સમજ નથી પડતી હું શું કરું. મારી પત્ની જે મિલમાં કામ કરતી હતી તે મિલમાં થોડા દિવસ પહેલા એક વૃદ્ધ વ્યક્તિનું પણ આજરીતે મોત થયું હતું. મિલના માસીનો બરોબર ચાલતા નથી. મિલનું મેન્ટેનન્સ સમયસર કરવામાં આવતું નથી જેથી આવી ઘટનાઓ ઘટીટ થઈ રહી છે. મિલના બેદરકારીને કારણે મારી પત્નીનું ડેથ થઈ છે.
મિલના સુપરવાઇઝર ઉપર આક્ષેપ: આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મનસુખભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ ઘટના ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે આસપાસ બની હતી. અનેપોલીસ કંટ્રોલરૂમને સિવિલ હોસ્પિટલ દ્વારા આ બાબતે માહિતી આપવામાં આવી હતી. જેથી અમે મિલ સુપરવાઇઝર અને પરિવારનું નિવેદન લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મામલે તેમના પરિવાર દ્વારા મિલના સુપરવાઇઝર ઉપર મસીનો બરોબર નથી જેને કારણે આ ઘટના બની છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા પણ આ મિલમાં આ રીતે એક ઘટના ઘટી થઈ ગઈ હતી. તેમાં પણ પરિવારે આક્ષેપ કર્યો હતો.