ETV Bharat / state

Birth to Baby in Running Train: સુરત જતી ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાં મહિલાએ બાળકને આપ્યો જન્મ, અન્ય મહિલા પ્રવાસીઓએ કરી મદદ - Birth to Baby in Running Train

નવસારીથી પસાર થઈ સુરત પહોંચતી એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક મહિલાને પ્રસવ પીડા થઈ હતી. તેના કારણે મહિલાએ ટ્રેનમાં જ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે આ વખતે અન્ય મહિલાઓએ તેની મદદ કરી હતી.

Birth to Baby in Running Train: સુરત જતી ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાં મહિલાએ બાળકને આપ્યો જન્મ, અન્ય મહિલા પ્રવાસીઓએ કરી મદદ

author img

By

Published : Feb 23, 2023, 3:29 PM IST

મહિલાને અચાનક પ્રસવ પીડા થઈ

સુરતઃ શહેરમાં ચાલતી ટ્રેનમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. બાન્દ્રા જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસમાં મહિલાને અચાનક જ પ્રસવ પીડા થઈ હતી. ત્યારે આ અંગેની જાણ પ્રવાસીઓએ ટીટીઆઈને કરી હતી. ત્યારબાદ તેમણે પોતાના બર્થ પણ આપી દીધા હતા. ટ્રેનમાં અન્ય મહિલાઓ અને પ્રવાસીઓની મદદથી મહિલાની પ્રસુતિ ટ્રેનમાં કરાવવામાં આવી હતી. તે દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર ડોક્ટર્સની ટીમ પહેલાથી તૈયાર હતી. મહિલા અને બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જે જ્યાં આ બંને હાલ સ્વસ્થ છે.

આ પણ વાંચોઃ Jamnagar Crime News : હોસ્પિટલના ગેટ પાસે મહિલા બાળકને જન્મ આપી ગાયબ

મહિલાને અચાનક પ્રસવ પીડા થઈઃ મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના ફલાનાના નિવાસી નાહર સિંહ મંગળવારે પત્ની પિન્કી અને પોતાની 3 વર્ષીય દીકરી સાથે બાંદ્રા જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસમાં યાત્રા કરી રહ્યા હતા. તેમની પાસે જનરલ ટિકિટ હતી. જોકે, પત્ની ગર્ભવતી હોવાના કારણે તેમણે ટીટીઆઈથી મળીને રિઝર્વેશન કૉચની ટિકિટ લઈ લઈ લીધી હતી. જ્યારે ટ્રેન નવસારી સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે પિન્કી દેવીને અચાનક જ પ્રસવ પીડા શરૂ થઈ ગઈ હતી. કોચ નંબર એસ- 3માં યાત્રા કરી રહેલા દંપતિએ આ અંગેની જાણકારી ટીટીઆઈને આપી હતી અને અમદાવાદ હેડ કોટરના ટી.ટી.આઈ બી.આર.ગર્ગે કન્ટ્રોલને મેસેજ પાસ કર્યો હતો.

બાળકી અને માતા બંને સ્વસ્થઃ ટીટીઆઈ ગર્ગએ ગર્ભવતી મહિલાને પોતાના બર્થ નંબર 7 પર બેસાડી દીધી હતી. તે વખતે ટ્રેનમાં યાત્રા કરી રહેલી મહિલાઓ મદદ માટે આગળ આવી. સૂર્યનગરી એક્સપ્રેસ વાપીથી સીધા સુરત સ્ટેશન આવે છે. આ વાતની જાણકારી મળતા ડૉક્ટર્સની ટીમ સુરત રેલવે સ્ટેશન પહોંચી હતી. આ વચ્ચે પિન્કી દેવીએ ટ્રેનની અંદર જ બાળકીને જન્મ આપ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચતાની સાથે જ ડોક્ટર અને રેલવે સુરક્ષાબળની મહિલા જવાન કોચમાં પહોંચી ગયા અને ટ્રેનમાંથી મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી. સિંહ પરિવારને રેલવેની વ્યવસ્થા ના કારણે એક સુખદ અનુભવ થયો હતો. માતા અને બાળકીને તત્કાલિક સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ 108 એમ્બુલન્સમાં ઈમરજન્સી ડિલિવરી, માત્રા-પુત્રી બન્ને એકદમ સ્વસ્થ

મુશ્કેલ સમયમાં રેલ્વેએ જે મદદ કરી છે આજીવન યાદ રહેશેઃ રેલ્વે સ્ટેશન પર મા અને નવજાત બાળકીને હોસ્પિટલ મોકલવા બાદ રેલવે સ્ટેશનથી સીએમઆઈ આર. આર. શર્મા અને ડેપ્યુટી એસએસ કોમર્શિયલ આનંદ શર્મા બંને મા અને બાળકીને મળવા હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. પિન્કી દેવીના પતિ નાહર સિંહે જણાવ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં રેલવેએ જે મદદ કરી છે આજીવન યાદ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.