સુરત: ગુજરાતના સુરતના મહિધરપૂરા હીરા બજારમાં હીરાના ઠગાઇની ઘટના સામે આવી છે. જેમાં હીરાના વેપારીઓને હીરાને બદલે ગુટખાના ટુકડા મૂકીને છેતરપિંડી કરી હતી. જેમાં વેપારીઓ સાથે કુલ 1.20 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. જયારે મળતી માહિતી મુજબ હીરા વેપારી સાથે દૂરના સબંધી દલાલે જ ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે.
હીરા વેચવાને લઈને છેતરપિંડી: આ બાબતે મહિધરપુરા પોલીસ સ્ટેશન પીઆઇ જે.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે, મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા રસિકભાઈ વોરાએ ચીટીંગની ફરિયાદ આપી હતી કે તેઓ અને તેમની સાથે યુગ નામના વ્યક્તિએ એમ બંને જણા હીરા વેચવાનું કામ કરતા હતા. તેમના જ એક સંબંધી રાહીલભાઈ જેઓ દલાલીનું કામ કરતા હતા. તેમણે સૌપ્રથમ વખત 12 લાખ રૂપિયાનો હીરો વેચવા માટે લીધો હતો. તે પૈકી તેમણે પહેલા 2 લાખ રૂપિયા એડવાન્સ રૂપે જમા કરાવ્યા હતા. જે હીરાનું પેકેટ બનાવ્યું હતું તે લઈ જવા માટે અને બાકીમાં 10 લાખ રૂપિયા પછીથી આપવું એમ કહીને હીરા લઈને ગયા હતા.
હીરાને બદલે ગુટખા પધરાવી દીધા: પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ત્યારબાદ થોડા સમય બાદ વેપારીઓને વધુ હીરાની ડિમાન્ડ હોય તે વાતને લઈને વધુ અલગ-અલગ કેરેટના કુલ 6 હીરાના પેકેટ તેમણે લીધા હતા. પેકેટ તેમણે રૂપિયા ત્રણ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તે તમામ હીરાઓના બાકીના પેમેન્ટ અઠવાડિયામાં આપીસ એમ કહીને હીરાના પેકટો મેળવી લીધા હતા. અઠવાડિયાનો સમય વીતી ગયા બાદ હીરા લેવા આવતા નઈ હોય તો હીરા બજારના રૂલ્સ પ્રમાણે હીરો વેચનાર અને દલાલ બનેની સાઈન થતી હોય છે. તો તે રીતે હીરાના પેકેટો જે રીતે પાર્સલ થતા હોય તે રીતે સાઇન કરીને મૂકી દેવામાં આવ્યા હતા.
Tapi News: પ્રેમ પ્રકરણમાં થયેલી ફાયરિંગની ઘટનાનો આરોપી હથિયાર સાથે ઝડપાયો
Kiran Patel Case: માલીની પટેલ ફરી જેલમાં, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
હીરાનો પેકેટ ખોલતા તેમાંથી વિમલનું પેકેટ મળી આવ્યું: પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદીને શંકા જતા દલાલના ઘરે જતા તેમના પરિવારના સામે જ હીરાનો પેકેટ ખોલતા તેમાંથી વિમલનું પેકેટ મળી આવ્યું હતું. આમ તેઓએ વેપારી સાથે ચીટીંગ કરી હતી. જેને લઈને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને કોર્ટ દ્વારા બે દિવસની રિમાન્ડની માંગણી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.