ETV Bharat / state

શું વિવાદિત કોન્સ્ટેબલ સુનિતા પોતાના પિતાને પોતાની કારમાંથી પોલીસ પાટિયું હટાવવા કહેશે?

કર્ફ્યૂ દરમિયાન આરોગ્ય પ્રધાનના પુત્રને કાયદાનો પાઠ ભણાવનારી સુરતની વિવાદિત કોન્સ્ટેબલ સુનિતા યાદવની કથની અને કરનીમાં કેટલો ફેર છે તેની એક તસવીર સામે આવી છે. જેમાં તે પોતાના પિતાની ગાડી સાથે ઉભી છે પરંતુ તેના પિતાના નામે રજિસ્ટર આ કારમાં પોલીસનું પાટિયું લગાડવામાં આવ્યું છે. પ્રધાનના પુત્રને જે અંગે ભાષણબાજી કરી કાયદાનો ભંગ કરવા અંગે જ્ઞાન આપનારી કોન્સ્ટેબલે પોતે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

કોન્સ્ટેબલ સુનિતા યાદવ
કોન્સ્ટેબલ સુનિતા યાદવ
author img

By

Published : Jul 13, 2020, 7:29 PM IST

સુરત: આરોગ્યપ્રધાનના પુત્રને કાયદા અંગે મોટી મોટી વાતો અને જ્ઞાન આપનાર કોન્સ્ટેબલ સુનિતા યાદવ પોતે કેટલી વિવાદિત છે તે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. સુનિતા યાદવની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે જેમાં તે સફેદ રંગની વેગન કાર સાથે પોતાના પિતા મદનલાલ યાદવ સાથે ઉભી છે. તસ્વીર તો સામાન્ય છે ,પરંતુ જોવા જેવી વાત એ છે કે, જે કાર સાથે વિવાદિત સુનિતા ઉભી છે એમાં પોલીસનો પાટિયું લગાડવામાં આવ્યો છે.

વાઇરલ ફોટો
વાઇરલ ફોટો

આ કાર સરકારી નથી જ્યારે તપાસવામાં આવ્યું ત્યારે આ કાર તેના પિતા મદનલાલ યાદવની નામે છે. તો લોકોને કાયદાનો જ્ઞાન આપનારી સુનિતા કેટલી પાણીમાં છે તે આ ફોટો જોઇ મપાઈ જાય છે.

મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ
મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ

આરોગ્ય પ્રધાનના પુત્ર પ્રકાશ કાનાણી તેના પિતા કિશોર કાનાણીની કાર લઇ પોતાના મિત્રના બચાવ માટે આવ્યો હતો. તે દરમિયાન તેની કારમાં MLA ગુજરાત જોઈ સુનિતાએ કાયદા અંગે પ્રકાશને ખૂબ જ સંભળાવ્યું હતું એવું જ નહીં પાટિયું પણ પ્રકાશના હાથે કઢાવી દીધું હતું. આ બાબતે તેને આરોગ્ય પ્રધાનને ફોન પણ કરાવ્યો હતો અને ફોન સ્પીકર પર રાખી વારંવાર આ બોર્ડ કાયદાકીય છે કે નહીં આ અંગે પ્રધાનને પૂછી રહી હતી. તેણે જાણી જોઇને આ સમગ્ર ઘટનાની વીડિયોગ્રાફી પણ કરાવી હતી.

મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ
મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ

MLA ગુજરાતનું પાટિયું કઢાવી દેશભરમાં લાઈમલાઈટમાં આવનારી વિવાદિત કોન્સ્ટેબલ સુનિતાએ પોતાને લેડી સિંઘમ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની પોલ ત્યારે ખુલી જ્યારે તેના પિતાની જ પ્રાઇવેટ કારમાં તેણે પોલીસનું પાટિયું લગાવી તસવીર ખેંચાવી હતી. કર્ફ્યુ દરમિયાન નીકળેલા આરોગ્ય પ્રધાનના પુત્ર અને તેના સાથીદારો સામે FIR દાખલ કરવામાં આવી હતી અને ધરપકડ પણ થઈ છે. જોકે ખાખીનો રોફ જમાવી વીડીયોગ્રાફી કરી અને ભાષણબાજી કરી કાયદા અંગે જ્ઞાન બતાવનારી વિવાદિત કોન્સ્ટેબલ સુનિતા યાદવ કેટલા પાણીમાં છે તે આ તસવીરથી સાફ નજર આવે છે. જોવાનું એ રહેશે કે હવે પોલીસ ખાતા દ્વારા સુનિતા સામે શું પગલા ભરવામાં આવે છે?

વિવાદિત કોન્સ્ટેબલ સુનીતા વિરુદ્ધ તેના જ પોલીસના ઉચ્ચ અધિકારીઓને સ્થાનિક દ્વારા અનેક ફરિયાદો પણ મળી ચૂકી છે, પરંતુ આવી ફરિયાદો બાદ પણ પોલીસ દ્વારા શા માટે સુનિતા સામે પગલા ભરવામાં ન આવ્યા હતા તે પણ તપાસનો વિષય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.