સુરત: ચા પ્રેમી સુરતીઓ અનેક પ્રકારની ચાની મજા લેતા (Whiskey flavored tea in Surat) જોવા મળે છે. બજારમાં લેમન ટી,બ્લેક ટી, ગ્રીન ટી, વ્હાઈટ ટી એમ જાત જાતના ફલેવરવાળી ચા (Whiskey flavored tea) મળી રહી છે, ત્યારે ચાની લિસ્ટમાં વ્હિસ્કી ફ્લેવરની ચાએ બાજી મારી છે. સાંભળીને આશ્રર્ય થશે પરંતુ સુરતમાં મળી રહેલી આ વ્હિસ્કી ફલેવરની ચા નોન આલ્કોહોલિક છે અને ખાસ કરીને વડીલો તેની વધુ મજા માણી રહ્યા છે.
નોન-આલ્કોહોલિક ચા - સુરત શહેરમાં દરેક ગલી, મોહેલ્લા કે શેરીઓના છેડે આમ તો ચાની ટપરી જોવા મળે જ છે. જો કે ટ્રેન્ડ હવે ટપરીથી બદલાઈને ખાસ ચાની રેસ્ટોરન્ટ સુધી બદલાઈ રહ્યો છે. ચાના શોખીન સુરતીઓ સવારથી લઈને રાત સુધી અલગ અલગ સ્વાદની મજા લે છે, ત્યારે પીપલોદ વિસ્તારમાં આવેલ કેસલ ટીમાં 100થી વધુ પ્રકારની ચાની વેરાયટી મળી રહી છે. તેમાં પણ હવે ખાસ કરીને વ્હિસ્કી ચા લોકોને ખૂબ આકર્ષિત કરી રહી છે. લોકો સવારથી મોડી રાત સુધી આ ચા પીતા જોવા મળી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે વ્હિસ્કી ચા માત્ર નામથી જ આલ્કોહોલિક છે. અસલમાં તે એક નોન-આલ્કોહોલિક ચા જ છે અને તે બ્લેક ટીનું જ એક અન્ય રૂપ છે.
આ પણ વાંચોઃ International Tea Day 2022: 'ચા' કે લિએ કુછ ભી કરેગા, આવો છે સુરતીલાલાઓનો અંદાજ
બ્લેક ટીનું ફ્યુઝન - આ અંગે કેસલ-ટી ના રાહુલ સિંઘે જણાવ્યું હતું કે, અમારે ત્યાં અમારા વાળી ચા, મોટાભાઈ ચા અને સફેદ ચા ખૂબ જ જાણીતી છે. જો કે તે લિસ્ટમાં હવે એક નવી ચા દાખલ થઈ છે અને તે ચા છે વ્હિસ્કી ચા. અમારે ત્યાં દૂધવાળી અને પાણીવાળી એમ બન્ને પ્રકારની ચા જોવા મળે છે. જેથી અમે જ્યુસ બેઝના ફોર્મમાં બ્લેક ટી નું ફ્યુઝન કર્યુ છે અને તેમાં મોલ્ટ વ્હિસ્કીનો ફ્લેવર બ્લેન્ડ કરીને મિક્સ કર્યો છે. તે બ્લેક ટી જ છે અને તે પ્રતિકપ રૂપિયા 99માં મળે છે.
વ્હિસ્કી ફ્લેવરની આ ચા સૌથી વધુ વૃધ્ધ લોકોને પસંદ - વૃધ્ધ લોકો આ ચા વધારે પ્રીફર કરી રહ્યા છે કારણકે પાણીવાળી ચા પીવાનો ક્રેઝ તેઓમાં વધારે છે. અમારે ત્યાં જે પણ ચા બને છે તે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બને છે. તેથી લોકો વધુ આવે છે. અમારી ચા પ્રાકૃતિક ઘટકોની બનેલી હોવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે, ઇમ્યુનીટી વધારે છે, હાર્ટ એટેકને પ્રિવેન્ટ કરવાની કોશિશ કરે છે. હું એવું નહિ કહીશ કે અમારી ચાથી હાર્ટ એટેક આવશે નહીં પરંતું આ ચા દવા જેવું કામ કરે છે.
આ પણ વાંચઃ International Tea Day 2022: એક ચા 2 વ્યક્તિ વચ્ચે 'ચાહ'નું પણ બની શકે છે માધ્યમ, જૂઓ કઈ રીતે...
આસામ અને દાર્જિલિંગથી ખાસ લવાય ચા-પત્તી - તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ચા-પર્ણ દાર્જિલિંગ, આસમના બગીચામાંથી લાવીએ છીએ. અમે ટી - ટેસ્ટર પણ છીએ જેથી અમે જાતે અમારા અનુમાનને આધારે તેને બ્લેન્ડ કરીએ છીએ. ચા - પર્ણમાં શું મિક્સ કરવું એ મારી ખાનગી રેસીપી છે. તમામ એસઓપી અને સ્ટાન્ડર્ડ મેઈન્ટેન કરીને અમે ચા બનાવીએ છીએ.