ETV Bharat / state

બારડોલી શહેર અને તાલુકાના 7 ગામ તેમજ મહુવાના 6 ગામમાં વિકેન્ડ લોકડાઉન

બારડોલીમાં સહિત સુરત જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ બારડોલીના વહીવટી તંત્ર દ્વારા ફરી એક વખત લોકડાઉનના હથિયારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગત અઠવાડિયે 13થી 18 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન કર્યા બાદ હવે ફરી એક વખત બારડોલી અને મહુવા તાલુકાનાં કેટલાક ગામમાં વિકેન્ડ લોકડાઉન લાગુ કરાશે.

author img

By

Published : Apr 23, 2021, 8:34 PM IST

વિકેન્ડ લોકડાઉન
વિકેન્ડ લોકડાઉન
  • બારડોલી અને મહુવા તાલુકાના કેટલાક ગામમાં લાગુ કરાયું લોકડાઉન
  • શુક્રવારે રાત્રે 8થી સોમવાર સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન
  • આવશ્યક સેવાઓને લોકડાઉનમાંથી મુક્તિ

સુરતઃ જિલ્લામાં બારડોલી નગરપાલિકા સહિત મહુવા તાલુકાના કુલ 13 ગામમાં વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. બારડોલી પ્રાંતના નાયબ કલેક્ટર દ્વારા શનિવાર અને રવિવારના રોજ આવશ્યક સેવા સિવાય તમામ જાહેર બજારો બંધ રાખવાની લોકોને અપીલ કરવામાં આવી છે.

અનેક પ્રયાસો છતાં કોરોના કાબૂ બહાર

સુરત જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક પ્રયાસો છતાં કોરોના પર કોઈ કાબૂ મેળવી શકાયો નથી. જિલ્લાના બારડોલીમાં ગુરુવારે 100થી વધુ કેસ નોંધાયા હતા. છતાં શહેરમાં કેટલીય જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ કે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવતું નથી.

આ પણ વાંચોઃ બારડોલીમાં વહીવટી તંત્ર થયું સતર્ક, વિકેન્ડ લોકડાઉન કર્યૂ જાહેર

દુકાનોમાં ભીડ છતાં થતી નથી કાર્યવાહી

બારડોલીમાં ગત અઠવાડિયે 13થી 18 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન બાદ બજાર ખૂલતાં જ દુકાનોમાં લોકોની ભીડ જમા થવા લાગી હતી. કોરોના ગાઈડ લાઇનનું પાલન કરાવવામાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ તદ્દન નિષ્ક્રિય જોવા મળ્યું હતું. પોલીસ માત્ર રસ્તાઓ પર મોટર સાયકલ પર જતાં લોકો પાસેથી દંડ વસૂલવામાં વ્યસ્ત જોવા મળી રહી છે. જ્યારે દુકાનોમાં લોકોની ભીડ ઉમટી રહી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. એ જ રીતે દુકાનદારોના રેપિડ ટેસ્ટ કરવા બાબતે પણ વહીવટી તંત્ર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી હતી. પરંતુ બજારમાં ક્યાય રેપિડ ટેસ્ટની ટીમ પણ નજરે પડતી નથી.

આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવા અપીલ

આ પરિસ્થિતી વચ્ચે તંત્ર દ્વારા બારડોલી શહેર ઉપરાંત તાલુકાનાં 7 ગામો અને મહુવા તાલુકાનાં 6 ગામોમાં વિકેન્ડ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકડાઉન શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. આ સમય દરમ્યાન આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો અને બજારો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવા બારડોલી પોલીસનો નવતર પ્રયોગ

બારડોલી અને મહુવાના આ ગામમાં લાગુ કરાયું વિકેન્ડ લોકડાઉન

બારડોલી શહેર ઉપરાંત તાલુકાનાં વધુ સંક્રમણ ધરાવતા ગામ તેન, બાબેન, ઇસરોલી, ધામડોદ લુંભા, કડોદ, મઢી, સુરાલીમાં બે દિવસ માટે બજારો બંધ રહેશે. એ જ રીતે મહુવા તાલુકામાં તાલુકા મુખ્ય મથક મહુવા, અનાવલ, વલવાડા, કરચેલીયા, ઓંડચ અને શેખપુર ગામના બજારો બંધ રાખવાની પણ અપીલ SDM દ્વારા કરવામાં આવી છે.

કોરોના પર કાબૂ મેળવવા અન્ય વિકલ્પ વિચારવો જરૂરી

વકરી રહેલા કોરોનાને કારણે વિકેન્ડ લોકડાઉન લગાવી સંક્રમણની ચેન તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે, છેલ્લા ત્રણ અઠવાડીયાથી આ કરવામાં આવી રહ્યું હોવા છતાં કેસ સતત વધતાં જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્રએ આ બાબતે કોઈ અન્ય વિકલ્પ વિચારવો જોઈએ તેવું પણ લોકો માની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.