સુરતનું આ ઝુ દેશના ગણતરીના ઝુમાનું એક એવું ઝુ છે,, જ્યાં દક્ષિણ આફ્રિકાના પક્ષીઓ સહિત અન્ય ઘણા વિવિધ પ્રાણીઓ જોવા મળે છે. અહીં જળબિલાડીનું સફળ કેપટીવ બ્રીડિંગ થઈ રહ્યું છે. જેની વધતી સઁખ્યાં જોઈને સેન્ટ્રલ ઝુ ઓથોરિટી પણ આશ્ચર્યમાં મુકાઇ છે. જે રીતે સુરતના પ્રાણી સંગ્રહાલયમાં જળબિલાડીની સઁખ્યાંમાં વધારો થઈ રહ્યો છે તે જોતા દેશના બીજા ઝુ માટે સુરત ઝુ મોડેલ બની શકે છે. અને એવું થાય તો સુરત મનપાના ખાતામાં વધુ એક મહત્વની ઉપલબ્ધી ઉમેરાઇ શકે છે.
સુરત ઝુમાં જન્મેલી જળબિલાડી અમદાવાદ સહિત દેશના અન્ય પ્રાણીસંગ્રહાલયમાં પોતાના કરતબોથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. ઝુના ઇન્ચાર્જ પ્રફુલ મેહતાએ જણાવ્યું હકતું કે, સુરત ઝુ એ અમદાવાદ,મૈસુર અને ચંદીગઢ ઝુ માં એક એક જળબિલાડીના જોડા આપ્યા છે. જ્યારે અમદાવાદ માં એક નર જળબિલાડી આપી છે.
વર્ષ 2006 માં જ્યારે પુર આવ્યું ત્યારે 3 જળબિલાડી તણાઈ આવી હતી. જેનું રેસ્ક્યુ કરીને તેને સુરત ઝુ માં રાખવામાં આવી હતી. ત્યારબાદ આજે તેની સઁખ્યાં 17 પર પહોંચી ગઈ છે.