ETV Bharat / state

ગોલ્ડ ચીટીંગના ગુનાના વોન્ટેડ આરોપીઓ કર્ણાટકથી સુરત પહોંચ્યા, 1 વર્ષ બાદ ધડપકડ

કર્ણાટક રાજ્યમાં કેજીએફ પોલીસ સ્ટેશન તેમજ અલગ અલગ જગ્યાએ કરોડોની ગોલ્ડ ચીટીંગના(accused in gold cheating case reach Surat ) ગુનાના વોન્ટેડ આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપડક કરી છે. ગોલ્ડ ચીટિંગ કરી છેલ્લા આઠ મહિનાથી તેઓ કર્ણાટકથી આવીને સુરતમાં રહી રહ્યા હતા અને ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરી રહ્યા હતા. આરોપીઓ 5 કિલો જેટલું ગોલ્ડ ગ્રાહકો પાસેથી ગીરવે લઇ પોતાની જ્વેલરી શોપ બંધ કરી સુરત નાસી આવ્યા હતા.

ગોલ્ડ ચીટીંગના ગુનાના વોન્ટેડ આરોપીઓ કર્ણાટકથી સુરત પહોંચ્યા, 1 વર્ષ બાદ ધડપકડ
ગોલ્ડ ચીટીંગના ગુનાના વોન્ટેડ આરોપીઓ કર્ણાટકથી સુરત પહોંચ્યા, 1 વર્ષ બાદ ધડપકડ
author img

By

Published : Dec 11, 2022, 11:30 AM IST

સુરત: કર્ણાટક રાજ્યમાં ગલપેટે, વેમગલ અને કેજીએફ પોલીસ સ્ટેશનમાં કરોડોની ગોલ્ડ ચીટીંગના ગુનાઓ આચરી આરોપીઓ(accused in gold cheating case reach Surat ) સુરતની કોઈ ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરી રહ્યા હતા અને સરિતા વિહાર સોસાયટી ખાતે રહેતા હતા. સુરત પોલીસે વોચ ગોઠવી દેવેશદધીચી નિરંજન કુમાર રીનવા અને તેના ભાઈ રૂપેશ શર્મા નિરંજન કુમાર રીનવાને ઝડપી પાડ્યા હતા.પોલીસ તપાસમાં આરોપીઓએ જણાવ્યું હતું કે એકાદ વર્ષ પહેલા કર્ણાટક રાજ્યમાં કોલાર સિટીમાં પોતાની જ્વેલરીની દુકાન ચલાવતા હતા.

ગોલ્ડ ચીટીંગના ગુનાના વોન્ટેડ આરોપીઓ કર્ણાટકથી સુરત પહોંચ્યા, 1 વર્ષ બાદ ધડપકડ

શોપ બંધ કરી ભાગી ગયા: આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ કિરણ મોદીએ જણાવ્યું હતું કે, આરોપીઓ કોલાર શહેર તેમજ આજુબાજુના જીલ્લામાં ગોલ્ડ ગીરવેનો ધંધો કરતા હતા તે દરમ્યાન આશરે 5 કિલો જેટલું ગોલ્ડ ગ્રાહકો પાસેથી ગીરવે લઇ કોલાર શહેર ખાતેથી જવેલરી શોપ બંધ કરી ભાગી ગયા હતા અને સુરત શહેરમાં આવી પુણાગામ સ્થિત સરીતા વિહાર સોસાયટીમાં રહેતા હતા. અને ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરતા હતા.

ગોલ્ડ ચીટીંગનો ગુનો: આરોપીઓ સામે ગલપેટ પોલીસ મથકમાં 1.5 કિલો ગોલ્ડ ચીટીંગ, વેમગલ પોલીસ મથકમાં 2 કિલો ગોલ્ડ ચીટીંગ અને કેજીએફ કોલાર ગોલ્ડ ફિલ્ડ પોલીસ મથકમાં 1.5 કિલો ગોલ્ડ ચીટીંગનો ગુનો નોંધાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.