- માંગરોળમાં પરણિતાએ આપધાત કર્યો
- પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો
- પરિવાર મહિલાના આ પગલાથી અજાણ
માંગરોળ: તાલુકામા વાંકલ ગામની બે સંતાન ની માતાએ રાત્રીના 12 વાગ્યે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ દ્વારા મહિલાના મૂર્તદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
પરણિતાએ અગમ્ય કારણોસર જીવન ટુકાવ્યું
માંગરોળ તાલુકાના વાંકલ ગામે બોમ્બે ફળિયામાં રહેતા 36 વર્ષીય નીલમબેન નિતેશભાઈ વસાવાના નામની મહિલાએ કોઈ કારણોસર રાત્રીના 12 વાગ્યા આસપાસ ઘરના રૂમ માં ગળે ફાંસો ખાય જીવન ટુંકાવ્યું હતું,બાજુમાં સુતેલા બાળકો એ બૂમાબૂમ કરતા પરિવાર રૂમમાં દોડી આવ્યો હતો અને મહિલાને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા પરિવારના પગની નીચેથી જમીન સરકી ગઈ હતી.
આ પણ વાંચો: વડોદરાના આજવારોડ પર રહેતા યુવકનો ગળેફાંસો ખાઇ આપધાત
પરીવાર અજાણ
પરિવાર દ્વારા તાત્કાલીક જાણ સ્થાનિક પોલીસ કરતા પોલીસ દ્વારા મહિલાના મૂર્તદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોલીસે આ અંગે પરિવારની પૂછપરછ કરી હતી પણ પરીવારને પરણિતાના આ પગલા વિશે કોઈ જાણકારી નહોતી.
આ પણ વાંચો: આર્થિક સંકળામણના કારણે રાજકોટમાં પતિ-પત્નીનો આપધાત