કતારગામ મહાજન અનાથ આશ્રમ વિવેક ઉછરેલો છે. વિવેક પટેલ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આયોજીત પ્રથમ એશિયન યોગાસન સ્પોર્ટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. વિવેકે ગોલ્ડ મેડલ મેળવીને દેશમાં પોતાનું નામ રોશન કર્યું હતું. વિવેકનું બાળપણ ખૂબ મુશ્કેલીમા વીત્યું હતું. વિવેકે 17 વર્ષની ઉંમરથી યોગાસન શરૂ કર્યા હતા. પ્રથમ સફળતા તેને પંચમહાલના મલાઈમાં રમાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં મળી હતી. કુરુક્ષેત્રમાં રમાયેલી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં સિલેક્ટ થયો હતો. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ તેને દેશનું નામ રોશન કર્યું છે. વિવેકનું કહેવું છે કે, તેમણે હાથ મારા માથા ઉપર હોત તો આજે અનેક આંતરરાષ્ટ્રીય મેડલ હાંસલ કરી શક્યો હોત.
વિવેક ઝારખંડ અને કર્ણાટકના મેંગલોરમાં નેશનલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચૂક્યો છે. ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવવાની લાગણી તેના ચહેરા ઉપર જોવા મળી રહી છે. નાનપણમાં માતા-પિતાનું અવસાન થયું હતું. વર્ષ 2002 થી વર્ષ 2014 દરમિયાન તે કતારગામ બાળાશ્રમમાં હતો. તેને રમત-ગમત અને યોગમાં રસ હતો. તેમને નાનપણથી યોગાસન કરવાનું શરૂ કર્યું હતું. વિવેકનું કહેવુ છે કે, યોગાસનથી માનસિક અને શારીરિક લાભ મળે છે. આજે વિવેક યોગા ટીચર છે. આ ઉપલબ્ધિથી પણ તે ખૂબ જ ખુશ છે.
આ કોમ્પિટિશનમાં 6 દેશો જેવા કે ભારત, બાંગ્લાદેશ, હોંગકોંગ ,શ્રીલંકા ,ભૂટાન અને ઈરાન વચ્ચે યોગ હરીફાઈ યોજાઇ હતી. જેમાં સુરતના અનાથાશ્રમમાં ઉછરેલા વિવેકે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.19 થી 28 વર્ષની કેટેગરીમાં ભારતમાંથી ત્રણ જ ખેલાડીઓ હતા. જેમાંથી માત્ર વિવેકને ગોલ્ડ મેડલ મળ્યો છે. કહેવત છે કે કાળા માથાનો માનવી ધારે એ કરી શકે છે. આજ કહેવતને સુરતના અનાથ યુવકે સાર્થક કરી બતાવી છે.