- એસ.ટી કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો થયો વાઇરલ
- ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
- ત્રણેય વિરુદ્ધ પ્રોહીબીશનની કલમો હેઠળ ફરિયાદ કરાઇ
સુરતઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર તો છે. જ પરંતુ ગાંધીના ગુજરાતમાં સરકારી કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે શહેરના લંબે હનુમાન રોડ ખાતે આવેલા વર્કશોપમાં રૂમમાં ડ્રાઇવર અને કંડકટર સરકારી ફરજમાં જ દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
વીડિયોના આધારે એસ.ટી. નિગમ દ્વારા દારૂની મહેફિલ માણી રહેલા ATI હુસેન એ.પઠાણ, કંડક્ટર ભાવેશ પ્રકાશ ભાઈ મકવાણા અને ડ્રાઇવર નિતીન દશરથ ભાઈ સોલંકી ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સાથે જ વરાછા પોલીસ મથકને ત્રણેય વિરુદ્ધ પ્રોહીબીશનની કલમો હેઠળ ફરિયાદ કરાઇ છે.
ત્રણે કર્મચારીઓની સોનગઢ ખાતે બદલી કરાઈ
સુરત શહેર એસ.ટી.બસ ડેપોમાં TI તરીકે ફરજ બજાવતા જીલુ બળદેવ હડિયોએ જણાવ્યું હતું કે, એસ.ટી.બસ વર્કશોપમાં 3 એસ.ટી.ના કર્મચારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોના આધારે તાત્કાલિક ત્રણેય કર્મચારીને સસ્પેન્ડ કરી સોનગઢ ખાતે બદલી કરવામાં આવી હતી સાથે જ ત્રણેય વિરુદ્ધ વરાછા પોલીસ મથકે પ્રોહીબીશનની કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી.