- માનવતાને મકરતો કિસ્સો સામે આવ્યો
- વૃદ્ધ સાસુને ઢોરમાર માર્યો
- વૃદ્ધ સાસુ અને પુત્રવધુ અને ઘરના સભ્યો સામે કાર્યવાહી કરવાની ના કહી
સુરતઃ જિલ્લામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વૃદ્ધ સાસુને આધેડ વયની પુત્રવધુએ ઢોરમાર માર્યો હતો. જો કે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોલીસ સુધી પહોંચ્યો હતો. જેથી વરાછા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે જ્યારે વૃદ્ધ સાસુ અને પુત્રવધુને લઈને પોલીસ મથકે પહોચી ત્યારે માંની મમતા તો જુઓ. તેઓએ પરિવારના કોઈ પણ સભ્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ના કહી દીધી હતી અને પોતે આખરે વૃદ્ધાઆશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા. વૃદ્ધ મહિલાના ત્રણ પુત્રો છે અને બે પુત્રોએ તો તેઓને રાખવાની ના પણ કહી દીધી હતી.
આ પણ વાંચોઃ અરવલ્લીના ધનસુરામાં પ્રેમી પંખીડાઓને કેટલાંક ઇસમો માર મારતા વીડિયો વાઇરલ
પુત્ર વધુ દ્વારા સાસુને માર
મૂળ ભાવનગર જિલ્લાના રાજપરા ગામે રહેતા 85 વર્ષના કાંતાબેન ગીરધરભાઈ સોલંકીના પતિનું અંદાજીત 6 મહિના પહેલા નિધન થયું હતું. જેથી તેઓ સુરત રહેતા પુત્રો સાથે રહેવા આવ્યા હતા. તેઓના ત્રણ પુત્રો સુરતમાં રહે છે. ત્રણ પૈકી બે પુત્રોએ તેઓને રાખવાની ના કહી હતી. જેથી કાંતાબેન વરાછા કમલ પાર્ક સોસાયટીમાં આવેલા ગંગા એપાર્ટમેન્ટમાં રહેતા ભરતભાઈ નામના દીકરાને ત્યાં રહેતા હતા. તે શારીરિક માનસિક રીતે તેઓ સક્ષમ ન હતા અને રોજીદી ક્રિયા કરવામાં સક્ષમ ન હોય તેવી સાસુની સેવા કરવાને બદલે તેઓની પુત્રવધુ તરુણાબેન તેઓને રોજ ઢોરમાર મારતા હતા. તેઓને બાલ્કનીમાં રહેવા મજબુર કરી દીધા હતા. પરંતુ ત્યાં રહેતી એક મહિલાથી આ જોવાયું ન હતું જેથી તેઓએ આ વીડિયો ઉતારી લીધો હતો અને આ મામલે વરાછા પોલીસ મથકના PI આર્યને જાણ કરી હતી અને આ મામલે મદદ કરવા રજૂઆત કરી હતી. પોલીસે આ વીડિયો જોઈ તાત્કાલિક હરકતમાં આવી હતી અને વૃદ્ધ મહિલા અને તેના પુત્ર સહિતના લોકોને પોલીસ મથકે લઇ આવી હતી. પોલીસે વીડિયો ના આધારે વૃદ્ધાને મુક્ત કરાવી હતી.
આ પણ વાંચોઃ અરવલ્લીના ધનસુરામાં પ્રેમી પંખીડાઓને કેટલાંક ઇસમો માર મારતા વીડિયો વાઇરલ
નિર્દય પુત્રવધુએ માર્યો વૃદ્ધાને માર
પોલીસે વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમમાં મોકલી આપી પરંતુ મમતા તો જુઓ અહી જે પુત્રવધુએ ઢોરમાર માર્યો. જે પુત્રોએ રાખવાની ના કહી તેઓની સામે કાયર્વાહી કરવાની વૃદ્ધ માતાએ મનાઇ ફરમાવી હતી. પોતાને કોઈ વૃદ્ધા આશ્રમમાં મોકલી આપવા પોલીસને વિનંતી કરી હતી. જેથી પોલીસે વરાછા વિસ્તારના કોર્પોરેટર મધુ બેન ખેની કે જેઓ એક વૃદ્ધા આશ્રમ ચલાવે છે તેઓનો સંપર્ક કર્યો હતો. જેથી મધુબેન ખેની ત્યાં આવી પહોંચ્યા હતા અને પરિવારની સંમતી લઈને વૃદ્ધ મહિલાને તેઓની સાથે શાંતિદૂત મહિલા મંડળ ટ્રસ્ટના વૃદ્ધા આશ્રમમાં લઇ ગયા હતા.