સુરત: દર વર્ષે હોળીકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણ લક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટાપાએ કરવામાં આવશે. આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા 60 હજાર કિલો ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. ગૌ-કાષ્ટ ગાયના છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવમાં આવે છે.
લાકડાની જગ્યાએ ગૌ-કાષ્ટનું દહન: દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનું ઉપયોગ કરતા હોય છે. જેના કારણે મોટી સંખ્યામાં આ વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. 10 હજાર જેટલી ગાયોના છાણમાંથી 60 ટન એટલે 60000 કિલોગ્રામ જેટલી ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો Holi festival 2023 : સમગ્ર ભારતમાં ઉત્સાહથી ઉજવવામાં આવતો તહેવાર હોળી, જાણો તેનો શુભ સમય અને મહત્વ
લાકડાની કિંમત બમણી: સુરત પાંજરાપોળના મેનેજર અતુલ વોરાએ જણાવ્યું હતું કે, પાંજરાપોળ સહિત ચાર સંસ્થાઓ મળીને આ સ્ટીક તૈયાર કરી રહી છે. આ માટે અદ્યતન મશીનનો ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ 10500 ગાયના છાણમાંથી ગૌ-કાષ્ટ તૈયાર કરી રહ્યા છે. આ વર્ષે ડિમાન્ડ વધુ છે અને અમે આજ કારણ છે કે 60 ટન આ સ્ટીકર તૈયાર કરી રહ્યા છે. જે માત્ર સુરત જ નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવી રહી છે. લાકડા ખરીદતા હોઈએ છીએ ત્યારે પ્રતિ કિલો અમે 50 રૂપિયા સુધીના ભાવ આપતા હોઈએ છીએ પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણ લક્ષી સ્ટીકની કિંમત પ્રતિ કિલો માત્ર 20 રૂપિયા છે.
આ પણ વાંચો International Mother Language Day 2023: ગુજરાતી ભાષાએ આપ્યા દુનિયાને અનેક વિભૂતિઓ
લોકો વૈદિક હોળી ઉજવે: ગૌ-પ્રેમી અને હોળીની ધામધુમથી ઉજવણી કરનાર ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે, વેદીક હોળી પર્યાવરણમાં ખૂબ જ લાભકારી છે. પાંજરાપોળમાં તૈયાર થનાર આ સ્ટીકના કારણે લોકો એક તરફ વેદિક હોળીની ઉજવણી કરી શકશે અને બીજી બાજુ આ સ્ટીકની ખરીદીથી અબોલ પ્રાણીઓની પણ મદદ કરી શકશે. અમે દર વર્ષે આ સ્ટીક ખરીદતા હોઈએ છીએ અને અમે લોકોને અપીલ પણ કરીએ છીએ કે લોકો આ સ્ટીક ખરીદે ને વૈદિક હોળીની ઉજવણી કરે અને તરછોડ આવેલા ગાયોની પણ આ ખરીદીથી મદદ થઈ શકશે.