સુરત: ભીષણ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ સહિત રાજ્યના અન્ય ક્ષેત્રોમાં ચારથી છ માર્ચ સુધી માવઠાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ સુરતમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયો હતું. જેની સામે લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી છે. સુરતમાં ઉનાળાનું આગમન થઈ ચૂક્યું છે. આ વચ્ચે માવઠાની આગાહીથી કેરીના પાકને અસર થવાની ભીતિ પણ જોવા મળી રહી છે.
માવઠાનો સિલસિલો: દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેરીની ખેતિ કરતા ખેડૂતો આ વર્ષે પાકને લઈ ઉત્સાહિત હતા. પરંતુ હાલ જ હવામાન ખાતા એ જે રીતે માવઠાની આગાહી કરી છે. તેના કારણે તેઓને પાકની ચિંતા થઈ રહી છે. હવામાન વિભાગ એ માવઠાની આગાહી કરી છે. ખાસ કરીને ચાર માર્ચથી લઈ છ માર્ચ સુધી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તેમજ માવઠાનો માર પડે એવી શક્યતાઓ છે.
સાયકલોનિક સર્ક્યુલેશનની અસર: દેશના પૂર્વ તેમજ દક્ષિણના કેટલાક રાજ્યોમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યા બાદ ત્યાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. બિહાર તેમજ રાજસ્થાનમાં સાયકલોનિક સર્ક્યુલેશન પણ જોવા મળી રહ્યું છે. જેના કારણે હવામાન વિભાગે 4 થી 6 માર્ચ બે થી ત્રણ દિવસ ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાં માવઠું થશે તેવી આગાહી કરી છે.
આ પણ વાંચો Surat ST Bus: સુરતમાં ST વિભાગ દ્વારા હોળી ધુળેટીમાં એક્સ્ટ્રા બસ દોડવામાં આવશે
કેરીના પાકને નુકસાન થશે: શિયાળાની મોસમ પૂર્ણ થઈ છે અને ઉનાળાની શરૂઆત થઈ છે. એવા સમયે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા છે. ખાસ કરીને જે માવઠાની આગાહી થઈ છે. તેના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ભારે ચિંતા છે. લગભગ 1 લાખ હેક્ટરથી પણ વધારે જમીનોમાં બાગાયતી પાક કેરીના પાકનો હોય છે. હાલના સમયે જે રીતે માવઠાની આગાહી થઈ છે.આંબાના વૃક્ષ પર મોર પર આવી ગયા છે. આ આગાહીના કારણે કેરીના ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. સાથે સાથે અત્યારે જે ઘઉંની સિઝન શરૂ થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઘઉંનો પાક ખૂબ જ ઓછો છે. ઘઉંના પાકને પણ નુકસાન થઈ શકે છે--ખેડૂત સમાજના અગ્રણી જયેશ પટેલ
સરકાર પગલાં યોગ્ય: ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે ભરૂચ વિસ્તારમાં કપાસ વાળવાનું બાકી છે. તેને પણ નુકસાન થઈ શકે તેમ છે. જે રીતે વાતાવરણમાં પલટો આવે છે. તેના કારણે માવઠા થાય છે. જેને લઇ ખેડૂતો હંમેશાથી ચિંતા કરી રહ્યા છે. સરકાર તરફથી જે આગમ ચેતીના પગલાં લેવાની વાત થઈ છે. તે પગલાં યોગ્ય રીતે લેવામાં આવે તે ખેડૂતોની માંગ છે.