- કોરોના મહામારીને લઈને દરેક સમૂદાયમાં ડરનો માહોલ
- સુરતમાં આશરે 400 જેટલા ખ્રિસ્તી લોકો સંક્રમિત થયા
- ચર્ચમાં યોજાતી રવિવારની પ્રાર્થના કેન્સલ કરાઇ
સુરત : શહેરમાં કોરોના મહામારીને લઈને દરેક સમૂદાયમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સુરતમાં ખ્રિસ્તી સમૂદાયના બન્ને પ્રકારના લોકો મળીને આશરે 400 જેટલા ખ્રિસ્તી લોકો સંક્રમિત થયા છે. શહેરની ત્રણ CNI કેથલિક ચર્ચમાં 100થી વધુ ચર્ચ પરિવારના સભ્યો પોઝિટિવ આવ્યા છે.
આ પણ વાંચો : ખ્રિસ્તી સમાજના લોકોને પાદરીની અપીલ, કબ્રસ્તાન ભરાઈ જતાં અગ્નિદાહ આપી શકાય
ચર્ચના પાદરી દ્વારા લોકોના ડરને ભગાવવા માટે અનોખો પ્રયત્ન
સુરતમાં ખ્રિસ્તી સમૂદાયના આશરે દસ હજાર લોકો વસે છે. ચાલી રહેલી મહામારીને પગલે ખ્રિસ્તી સમૂદાયના લોકો પણ ચિંતિત છે. જેને લઈને સમૂદાયના લોકો ડરી રહ્યા છે. જો કે, ચર્ચના પાદરી દ્વારા એક અનોખો પ્રયત્ન લોકોના ડરને ભગાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેઓ મેસેજ દ્વારા તેમજ ફોન દ્વારા બાળકો અને વૃદ્ધોને ઘરની બહાર ન નીકળવા તેમજ તકેદારીના દરેક પગલા ભરવા સમજાવી રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદના ચર્ચમાં આવનારી ક્રિસમસ માટેની તૈયારીઓની શરૂઆત
દર રવિવારે ભક્તિ-પૂજન ઓનલાઈન કરાય
તંત્ર દ્વારા કરાયેલા નિર્ણયને પગલે હમણાં ચર્ચમાં યોજાતી રવિવારની પ્રાર્થના કેન્સલ કરવામાં આવી છે. તેને બદલે દર રવિવારે ભક્તિ-પૂજન ઓનલાઈન કરવામાં આવે છે. ઘણા લોકો સંક્રમિત થઈ રહ્યા હતા. જેને લઈને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, દરેક વ્યક્તિઓને કોરોનાથી બચવા માટે ફાધર દરેક પ્રકારની જાણકારી આપી રહ્યા છે.
ચોક વિસ્તારમાં આવેલા ચર્ચમાં 30-35 લોકો કોરોના સંક્રમિત થયા
ચર્ચના પાદરી ઉદય ભાદરૂ રેવરણે કહ્યું કે, ગાઈડલાઈનને કારણે અમારે રવિવારે થતી સમૂહ પ્રાર્થના હમણાં બંધ છે. મેસેજ અને ફોન થકી પણ અમે બાળકો અને વૃદ્ધોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરીએ છીએ. હું સીએનાઈના ત્રણ ચર્ચ સાથે સંકળાયેલો છું. જેમાં ચોક વિસ્તારમાં આવેલા એક ચર્ચમાં 30-35 લોકો કોરોના સંક્રમિત થયા છે. ત્રણ વ્યક્તિઓનું મૃત્યુ પણ થયું છે. કેટલાક લોકો હોમ કોરોન્ટાઈન છે તો કેટલાક સારવાર હેઠળ છે.