સુરતના અઠવા ગેટ ખાતે આયોજિત સાયકલિંગ અને પર્યાવરણ સેમિનાર સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા હાજર રહ્યા હતા. અઠવાગેટ ખાતે આવેલા હીરા મોતી હૉલમાં આયોજિત સમારોહમાં હાજરી આપતા પહેલા, તેમણે સાઇકલિંગ કરી સૌને પર્યાવરણની જાળણવીની અપીલ કરી હતી.
કેન્દ્રી પ્રધાને નર્મદા ડેમ ઓવર ફ્લો અંગે જણાવ્યું હતું કે, "આનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. ખેડૂતો અને સામાન્ય માનવી માટે આ વરદાન બની રહેશે. સાથે ખેડૂતો માટે ઘણો ફળદાયી નીવડશે. જે દેશની પ્રગતિમાં વધારો કરશે."