સુરત : રાજ્યમાં હત્યા અને આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ફરી એકવાર સુરતમાં આત્મહત્યા કે હત્યા જેવી બાબત સામે આવી છે. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ઉમરપાડા તાલુકાના ઉચવણ ગામની સીમમાં કમ્પાર્ટમેન્ટ નંબર 60ના જંગલમાં સોમવારના રોજ તાપીના આમોદા ગામનો યુવક શૈલેષ ઉદેસિંગ વળવીએ આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ યુવક સુરતના સચિન ખાતે આવેલા સાઈનાથ સોસાયટીમાં રહેતો અને રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો.
આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ : ઉમરપાડા પોલીસને ઝાડ સાથે લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા કબજે લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનોને જાણ થતાં તેઓ પણ ઉમરપાડા ખાતે આવી પહોંચ્યા હતા. તેઓને હત્યા થયાની આ શંકા થતા તેમણે ડોક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી હતી. શુક્રવારથી ગુમ થયેલા યુવક કેવી રીતે અહીંયા આવ્યો, આ મુદ્દે સુમેર સિંગ ઉદેશીંગ વળવીએ તપાસની માંગ કરી હતી.આ યુવક શુક્રવારે સચીનથી તેના મિત્રોને બાઈક લઈને સુરત જાઉં છું તેવું કહી નીકળ્યો હતો, ત્યારબાદ યુવક લાપતા થઈ ગયો હતો. યુવકની બાઈક ઉચવણ ગામની સીમમાં જોવા મળી હતી.
આ પણ વાંચો : Death by Suicide : ચાંદખેડાની હોસ્પિટલમાં નર્સની આત્મહત્યા, સંજોગ જોઇ પરિવારનો મોટો આક્ષેપ
અન્ય એક આત્મહત્યા : આ ઉપરાંત હજુ થોડા મહિના અગાઉ સુરત શહેરના ભટાર ચાર રસ્તા પાસે આવેલા CNG પંપની બાજુમાં અજાણ્યા શખ્સે આત્મહત્યા કરી હતી. જોકે, તેના મૃતદેહને જોઈને જાગૃત નાગરિક કિશોરભાઈએ પોલીસને જાણ કરી હતી. તો ખટોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ એમાં મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. તો પોલીસે મૃતદેહને નીચે લાવવા ફાયર વિભાગની મદદ લીધી હતી. મજરા ફાયર વિભાગે મૃતદેહને નીચે ઉતાર્યો હતો.
આ પણ વાંચો : Vadodara Crime : સાસરિયાઓના ત્રાસથી પરિણીતાએ જીવન ટુકાવ્યું, પિતા નોંધાવી પોલીસ ફરિયાદ
પરિણીતાએ આત્મહત્યા કરી : તેમજ થોડા સમય પહેલા વડોદરાના પીસાઈ ગામે પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. જે આત્મહત્યા મામલે દીકરીના પિતા એ પોલીસે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદના આધારે ત્રણ સાસરિયાને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.