- તક્ષશિલા અગ્નિકાંડને 2 વર્ષ પૂર્ણ
- માર્યા ગયેલા 22 માસૂમોને તેમના માતા-પિતા અને સ્થાનિકો દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ
- બાળકોના ગુનેગારને તાત્કાલિક સજા આપવામાં આવે
સુરત: શહેર માટે કલંક સમાન તક્ષશિલા અગ્નિ કાંડને 24 મે ના રોજ બે વર્ષ પૂર્ણ થયા હતા. આ અગ્નિકાંડમાં માર્યા ગયેલા 22 બાળકોની યાદમાં વાલીઓએ આ અગ્નિ કાંડ જ્યાં થયો હતો તે સ્થળે બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તે સમય દરમિયાન જાગૃત નાગરિકો અને 22 માસૂમોનાં માતા-પિતા દ્વારા એવી માગ કરવામાં આવી હતી કે, જેટલા પણ અધિકારીઓ કોરોનાની આડમાં છોડવામાં આવ્યા છે તે બધા જ અધિકારીઓને ફરીથી જેલમાં મોકલવામાં અને તેમના બાળકોને ન્યાય આપવામાં આવે.
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં ચાલી રહેલા ટ્યુશન ક્લાસમાં આગ લાગવાથી 22 જેટલા માસુમ બાળકોએ બળીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અગ્નિકાંડને 24 મે ના રોજ બે વર્ષ થયા હતા. જેમાં 22 માસુમ બાળકોને સ્થાનિકો અને તેમના માતા-પિતા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, અમારા જીવનમાં આ દિવસ ક્યારે ભુલાય એમ નથી.
તાત્કાલિક અધિકારીઓને ફરી જેલમાં મોકલવામાં આવે તેવી માગ
સુરત માટે કલંક સમાન તક્ષશિલા અગ્નિ કાંડ ને બે વર્ષ પૂર્ણ થયા છે. આ અગ્નિકાંડમાં માર્યા ગયેલા 22 બાળકોની યાદમાં વાલીઓએ આ અગ્નિ કાંડ જ્યાં થયો હતો તે સ્થળે બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તે સમય દરમિયાન જાગૃત નાગરિકો અને 22 માસૂમોનાં માતા-પિતા એવી માગ કરવામાં આવી હતી કે, જેટલા પણ અધિકારીઓ કોરોનાની આડમાં છોડવામાં આવ્યા છે તે બધા જ અધિકારીઓને ફરીથી જેલમાં મોકલવામાં અને તેમના બાળકોને ન્યાય આપવામાં આવે.
બાળકોના માતા-પિતા દ્વારા એમ કહેવામાં આવ્યું કે,
તક્ષશિલા અગ્નિ કાંડમાં અઢી વર્ષથી લઈને 22 વર્ષના નિર્દોષ બાળકોનો ભોગ લેવાયા છે. ઘટનાના દિવસે સરકારે સંવેદનશીલતા બતાવી હતી અને ઘટનામાં સંડોવાયેલા જવાબદાર છોડવામાં નહીં આવે તેવી જાહેરાત કરી હતી. પરંતુ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારીઓને બક્ષી દેવામાં આવ્યા છે અને ફક્ત નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી વાલીઓએ સુપ્રીમ કોર્ટમાં દસ વખત, હાઇકોર્ટમાં 100 થી વધુ વખત અને સેશન્સ કોર્ટમાં અસંખ્ય વખત ન્યાય માટે ધક્કા ખાધા છે. સરકાર જો ખરેખર સંવેદનશીલ હોય તો આ કેસમાં હસ્તક્ષેપ કરીને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવે.
સુરતમાં જ્યારે આ ઘટના બની ત્યારે મોટા અધિકારીઓ, નેતાઓ અને મુખ્યપ્રધાન દ્વારા મોટા-મોટા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હતા. અમુક દિવસો સુધી ગેરકાયદેસર બાંધકામ ન કરવામાં આવ્યા. લોકોના ધંધા બંધ કરીને છાપરા ઉતારવામાં આવ્યા વખત ને વખત લોકોને બતાવામાં આવેલું કે, તંત્ર દ્વારા કાર્યવાહી થઇ રહી છે એમ પણ જો હકીકત જોવામાં આવે જે અમુક સ્કૂલો વેપારી ધોરણે બિલ્ડીગોમાં જે NOC આપવામાં આવેલી છે તે ફક્ત પેપર પર જ છે અને જો સ્થળ ઉપર તપાસ કરવામાં આવે તો ત્યાં જે ફાયરની સુવિધાઓ હોવી જોઈએ તે વખત કહેવા પુરતી જ છે.
તક્ષશિલા આગ સ્કૂલોમાં, હોસ્પિટલોમાં, કોવિડની હોસ્પિટલોમાં પણ આગ લાગી છે. જેમાં અનેક નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવો પડ્યો છે અને જો તંત્રે આ તક્ષશિલા પરથી શીખ લીધી હોત તો આ નિર્દોષોની જે જીવ ગયો છે તે ન ગયો હોત. જે લોકો પકડાયેલા હતા તે લોકોને આ કોરોનાની આડમાં જમીન મળતા ફરીથી પાછા નોકરી ઉપર હાજર કરી દેવામાં આવ્યા છે. તેના પરથી સાફ દેખાઈ રહ્યું છે કે, આ તંત્ર એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રોત્સાહન આપે છે અને ભવિષ્યમાં પણ આવા બનાવો બને તો કોઈ નવાઈ નથી કારણ કે આટલી મોટી દુર્ઘટના બન્યા પછી પણ તંત્રે કોઈ પ્રકારની શીખ લીધી નથી.
22 નો ભોગ લેવાયો હજી કેટલાનો ભોગ લેશે અને ભોગ લેવાનું ચાલુ જ છે. મોટા અધિકારીઓને બચાવવામાં આવેલા છે. એ લોકોને પ્રમોશન આપી દેવામાં આવ્યું છે, બદલી કરી દેવામાં આવી છે અને અમુકને તો શહેરને લૂંટવાવાળા અધિકારીઓને ક્લીનચિટ આપવાની તૈયારીઓ છે અને એ લોકોના રાજીનામાં પણ મંજુર કરી દેવામાં આવ્યા છે.
બીજા વાલી દ્વારા એમ કહેવામાં આવ્યું કે,
અમે વારંવાર આ બાબતે રજૂઆત કરી છે. કમિશ્નર, કલેકટરને પણ કોઈ સુનવણી થતી નથી. ખાલી નાના અધિકારીઓને અંદર કરી અને હાથ ઉંચા કરી દીધા છે. જે જવાબદાર છે જેમની જવાબદારી બનતી હોય તેમને છાવરવામાં આવે છે. હજી પણ કેસ ત્યાંનો ત્યાં જ છે આગળ વધતો નથી. કોરોનાની આડમાં જયારે પણ રજૂઆત કરવામાં આવે ત્યારે તંત્ર છટકવાના પ્રયત્નો કરે છે. અમને તો જ્યાં સુધી શ્વાસ હશે ત્યાં સુધી લડીશું. અમારા બાળકો તો જતા રહ્યા છે હવે જે બચેલા છે તેમના માટેની આ લડાઈ છે. અમારી ઉપર જે વીત્યું છે એ કોઈના ઘરે ન વીતે. શહેરીજનોને કહીંશ કે, તમે પૂરતો ટેક્સ ભરો છો તો તેનો હિસાબ માંગો.