સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ખાસ કરીને શાહજહાની ફ્લાઈટમાં લાખો રૂપિયાના ગોલ્ડની તસ્કરી સામે આવી છે. ફરી એક વખત આ ફ્લાઈટમાંથી આવનારી બે મહિલા યાત્રીઓ પાસેથી લાખો રૂપિયાનું સોનુ જપ્ત કર્યું હતું. કસ્ટમ વિભાગને શંકાસ્પદ લાગતી બે બુરખાધારી મહિલાઓની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી એક કિલો ગોલ્ડ જ્વેલરી મળી આવી હતી.
કસ્ટમ વિભાગની કાર્યવાહી: બુરખામાં એરપોર્ટ પરથી પસાર થઈ રહેલી બે મહિલાઓ શંકાસ્પદ લગતા જ્યારે તેમની તપાસ કરવામાં આવી તો આ મહિલાઓ પાસેથી સોનાની જ્વેલરી મળી આવી હતી જેની કસ્ટમ ડ્યુટી ભરવામાં આવી નહોતી. અધિકારીઓએ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. દાણચોરીની ઘટનાઓ આજ દિન અનેક સામે આવી છે. જેમાં દાળ ચોરી કરવા માટે અનેક તરકીબો પણ લોકો આજમાવતા હોય છે પરંતુ કસ્ટમ વિભાગના અધિકારીઓના નજરમાં તેઓ આવી જાય છે.
કાપડની ખરીદી કરવા માટે આવી હતી સુરત: આ વખતે કસ્ટમ વિભાગના અધિકારીઓએ જે બે મહિલા યાત્રીઓની પૂછપરછ કરી છે. તેઓ બંને વિદેશી મહિલાઓ છે અને આ ગોલ્ડ જ્વેલરી તેઓ શા માટે સુરત લઈને આવ્યા છે તે અંગેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આ બંને મહિલાઓએ અધિકારીઓને જણાવ્યું હતું કે તેઓ સુરતમાં કાપડની ખરીદી માટે આવી હતી. તેમની આ વાતમાં કેટલી સત્યતા છે આ અંગેની પણ તપાસ અધિકારીઓ કરી રહ્યા છે. સુરતમાં તેઓ કોને મળવાની હતી તેની પણ તપાસ અધિકારીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચો Umesh Pal murder: આતિફ અહેમદના ભાઈ અશરફને મદદ કરવા બદલ જેલ ગાર્ડની ધરપકડ
અગાઉ પણ બની ચુકી છે દાણચોરીની ઘટના: સુરત એરપોર્ટ પર અગાઉ પણ કસ્ટમ વિભાગના અધિકારીઓએ દાણચોરીની ઘટના ઝડપી પાડી છે. જેમાં યાત્રીના લગેજમાં બનાવવામાં આવેલા ચોર ખાનામાં મૂકવામાં આવેલા કેપ્સુલમાંથી સોનુ ઝડપી પાડ્યું હતું. આ સિવાય યાત્રીઓનો લગેજ લઈ જનાર ટ્રેક્ટર ટ્રોલીમાંથી રૂપિયા 60 લાખથી વધુનો મોબાઇલના ફ્લિપ કવરમાં છુપાવવામાં આવેલા સોનું મળી આવ્યું હતું.