સુરત: કામરેજ તાલુકા ભાજપના નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં લાડવી ગામની બે અનાથ આદિવાસી બાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.અને બન્ને દીકરીઓના નામની પાંચ - પાંચ લાખની FD કરવામાં આવી હતી.બન્ને દીકરીઓના સપના પૂરા કરવાની જવાબદારી મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા લેવામાં આવી હતી.
બે આદિવાસી બાળાઓનું સન્માન: કામરેજ તાલુકાના લાડવી ગામે હળપતિ વાસ માં રહેતી 8 વર્ષીય સંજના રાઠોડ અને 6 વર્ષીય વંશીકા રાઠોડ નામની 2 સગી બહેનો 1 માસ પહેલા માતા-પિતા વગરની થઈ હતી. 1 વર્ષ પહેલાં બંને દીકરીઓની માતા તેમને પિતા અને વૃદ્ધ દાદાના ભરોસે મુકીને ઘર છોડી ને ચાલી ગઈ હતી. જ્યારે 1 માસ પહેલા પિતા પણ બંને દીકરીઓને એકલી મૂકી સ્વર્ગસ્થ થયા હતા. ત્યારથી બંને દીકરીઓ પોતાના દાદાના ભરોસે લાડવી ગામે હળપતિ વાસમાં તૂટેલા-ફૂટેલા ઝૂંપડામાં રહેતી હતી. એકદમ દયનીય અને કફોડી પરિસ્થિતિમાં જીવતી આ અનાથ દીકરીઓને એટલી પણ સમજ ન્હોતી કે પોતાના નશીબને કોશી શકે.
દિકરીઓની વ્હારે ભાજપના મંત્રી: જોકે, આ બંને દિકરીઓ વિશે ગામના ઉપસરપંચે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને કરવામાં આવી હતી. જેને પગલે પ્રફુલ પાનસેરિયા જાતે જ લાડવી ગામ દોડી ગયાં હતા, અને ત્યાં જઈને દીકરીઓની પરિસ્થિતિ જોતા તેઓનું પણ હૃદય દ્રવી ઉઠ્યું હતું. મંત્રીએ તરત બંને દીકરીઓને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો અને દીકરીઓના અભ્યાસની તમામ જવાબદારી પોતાના શીરે લઈ લીધી હતી. સાથે-સાથે દીકરીઓ માટે પાક્કું સુખ સુવિધા વાળું મકાન બનાવી આપવાની પણ જાહેરાત કરી હતી.
મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બંને દિકરીઓને લીધી છે દત્તક: બન્ને દીકરીઓનું સન્માન: કામરેજ વિધાનસભા ભાજપ નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં લાડવી ગામની આ બન્ને અનાથ દીકરીઓને ખાસ આમંત્રણ આપવામા આવ્યું હતું, અને આ સમારોહમાં બન્ને દીકરીઓની હિંમતને સૌ કોઈએ જગ્યા પરથી ઊભા થઈને બિરદાવી હતી. મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, દાતાઓના સહયોગથી બન્ને દીકરીઓના નામે પાંચ-પાંચ લાખ રૂપિયાની FD કરવામાં આવશે. તેમજ બન્ને અનાથ દીકરીઓને વ્યવસ્થિત સ્કૂલ અને હોસ્ટેલમાં મૂકવામાં આવશે તેમજ વેકેશનમાં તેઓને પોતાના ઘરે લાવશે અને તેમના બધા જ સપના પૂરા કરવામાં આવશે.