ETV Bharat / state

Surat Crime: કામરેજ તાલુકામાં મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા બે ઇસમને પોલીસે દબોચી લીધા - Incident of mobile theft

સુરત કામરેજ પોલીસની હદમાં ટેમ્પોમાંથી મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપનાર બે ઇસમોને કામરેજ પોલીસે ઝડપી લીધા છે. તેઓ પાસે ચોરી કરેલા મોબાઈલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા પણ સુરતના વાંજ ગામમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટના બની હતી.

કામરેજ તાલુકામાં મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા બે ઇસમને પોલીસે દબોચી લીધા

author img

By

Published : Aug 21, 2023, 3:54 PM IST

કામરેજ તાલુકામાં મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા બે ઇસમને પોલીસે દબોચી લીધા

સુરત: કામરેજ પોલીસ મથકના પીઆઇ ડી.વી રાણા દ્વારા ચોરીના ગુનામાં છુપાતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પોલીસ સ્ટાફને જરૂરી સૂચનો આપ્યા હતા. જેને પગલે પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આજથી પંદર દિવસ અગાઉ કામરેજ વિસ્તારમાં આઈસર ટેમ્પોમાંથી બાઈક પર આવેલા બે યુવકોએ ઓપ્પો કંપની મોબાઈલ ફોનની ચોરી કરી નાસી ગયા હતા. આઇસર ટેમ્પો ચાલક બાઈક પર આવેલા બે ઈસમો વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

"મોબાઈલ ચોરને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી આધારે વલથાન ગામ પાસેથી આ બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. હાલ તેઓ વિરુદ્ધ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.."--વી.આર ચોસલા (પોલીસ મથકના પીએસઆઈ)

ચોક્કસ બાતમી મળી: કામરેજ પોલીસ મથક સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલા ઈસમો વલથાણ ગામના પાટિયા પાસે છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ ઇસમોને દબોચી લીધા હતા. તેઓની આકરી પૂછપરછ કરતા ગુનો કબૂલી લીધો હતો. તેમજ ચોરીના જુદી જુદી કંપનીના 07 નંગ મોબાઇલ તથા હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ GJ19AS7048 કિંમત 30 હજાર મળી કુલ 60,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કામરેજ પોલીસ ટીમને ગુનો ઉકેલવામાં સફળતા મેળવી હતી.

લૂંટની ઘટના: અન્ય બનાવની વાત કરીએ તો સુરતના વાંજ ગામમાં થોડા દિવસ પહેલા બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટના બની હતી. ક્રાઇમ બ્રાન્ચે આ લૂંટ કેસમાં ચાર લૂંટારૂઓને ઉત્તરપ્રદેશના રાયબરેલીથી ઝડપી પાડ્યા હોવાની વિગતો અજય તોમર પોલીસ કમિશનરે આપી હતી. રૂપિયા 13.90 લાખમાંથી એક લાખ રૂપિયા જેટલી રોકડ કબજે કરી હતી. અન્ય લૂંટારૂઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓએ અમેઠીથી આવી સુરતના સચિન વિસ્તારમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધોળા દિવસે લૂંટ કરી હતી.

  1. Surat News: 14 વર્ષની સાવકી દીકરી પર બળાત્કાર મામલે આરોપી પિતાને 20 વર્ષની સખત કેદ
  2. Surat News: બે ઈસમોએ કરીયાણાની દુકાનમાં ઘુસી ચપ્પુ બતાવી તેલના ડબ્બાની લૂંટ ચલાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.