ETV Bharat / state

પાસિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ માટે સુરત RTO બહાર વાહનોની લાંબી કતાર - સુરત ન્યૂઝ

સુરતઃ શહેરની RTO કચેરીની બહાર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. કારણ કે, ટ્રાફિકના નવા નિયમો માટે જરૂરી દસ્તાવેજ તૈયાર કરાવવાનો સમયગાળો પૂરો થવાને આરે છે, ત્યારે મોડી રાતથી જ વાહનચાલકો કલાકો સુધી કતારોમાં ઉભા રહે છે. જેના કારણે વાહનચાલકોની વઘતી સંખ્યાને ધ્યાનમાં લઈ RTO કચેરી રજાના દિવસે પણ ચાલું રાખવામાં આવી હતી.

પાસિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે સુરત RTO બહાર વાહનોની લાંબી કતાર
author img

By

Published : Oct 15, 2019, 6:43 PM IST

સુરત RTO કચેરીથી ગોવર્ધન હવેલીના રોડ પર આશરે દોઢથી બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ટ્રાફિક નિયમન સુધારા કાયદાનું આગામી 31મી ઓક્ટોબર બાદ ચુસ્તપણે અમલ થવાનું છે. વાહનચાલકોને 31મી ઓકટોબર સુધી રાજ્ય માર્ગ પરિવહન મંત્રી દ્વારા રાહત આપવામાં આવી હતી. જે હવે પૂરી થવાની આરે હોવાથી વાહનચાલકો પાસિંગ મેળવવા ભૂખ્યાં -તરસ્યાં કતારોમાં ઉભા રહે છે.

પાસિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે સુરત RTO બહાર વાહનોની લાંબી કતાર

31 ઓક્ટોબર બાદ ટ્રાફિકના નવા કાયદા પ્રમાણે નિયમ ભંગ બદલ વાહનચાલકો પાસેથી તોંતિગ દંડ વસૂલવામાં આવશે. જેથી સુરત RTO પર વાહન ચાલકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો. આ કારણે RTO રજાના દિવસે પણ હાલ કાર્યરત કરવામાં આવી હતી. આમ, નવા નિયમો લાગુ થાય તે પહેલાં વાહન ચાલકો પાસિંગ અને ફિટનેસ સર્ટિ કઢાવવા માટે રાત્રીના નવ વાગ્યાથી જ વાહન ચાલકો કતારમાં ઉભા રહે છે.

ઉલ્લેખનીય છે કે, વાહનચાલકોને 31મી ઓકટોબર સુધી રાજ્ય માર્ગ પરિવહન મંત્રી દ્વારા રાહત આપવામાં આવી હતી. 31 ઓક્ટોબર બાદ ટ્રાફિકના નવા કાયદા પ્રમાણે ભંગ બદલ વાહનચાલકો પાસે દંડની વસૂલાત કરવામાં પણ આવશે. જેને લઇ સુરત RTOમાં વાહન ચાલકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

Intro:સુરત : મોડી રાતથી સુરત આરટીઓ બહાર પાર્સિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે..આજ રોજ સુરત આરટીઓ કચેરી થી ગોવર્ધન હવેલીના રોડ પર  આશરે દોઢ થી બે કિલોમીટર સુધી વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી..ટ્રાફિક નિયમન સુધારા કાયદા નું આગામી 31મી ઓક્ટોબર બાદ ચુસ્તપણે અમલ થવા જઈ રહ્યું છે વાહનચાલકોને 31મી ઓકટોબર સુધી રાજ્ય માર્ગ પરિવહન મંત્રી દ્વારા રાહત આપવામાં આવી છે. જોકે 31 ઓક્ટોબર બાદ ટ્રાફિક ના નવા કાયદા પ્રમાણે ભંગ બદલ વાહનચાલકો પાસે દંડની વસૂલાત કરવામાં પણ આવશે. જેને લઇ સુરત આરટીઓ પર વાહન ચાલકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

Body:સુરત આરટીઓ રજા ના દિવસે પણ હાલ કાર્યરત જોવા મળી રહી છે.રજાના દિવસે પણ વહેલી સવારથી વાહન ચાલકોનો ભારે ઘસારો રહયો છે.ત્યારે રજા સિવાય ના દિવસો એટલે કે આજ રોજ મોડી રાતના નવ વાગ્યાથી વાહન ચાલકોએ સુરત આરટીઓ કચેરી બહાર ધામા નાંખી બેઠા છે.નવા નિયમો લાગુ થાય તે પહેલાં વાહન ચાલકો પારસિંગ અને ફિટનેસ સર્ટિ કઢાવી રહ્યા છે. રાત્રીના નવ વાગ્યાથી જ  વાહન ચાલકો કતારમાં લાઇન લગાવી બેઠા છે.કામ - ધંધા છોડી વાહન ચાલકો હાલ પારસિંગ અને ફિટનેસ સર્ટિ કઢાવવા હવે આરટીઓ તરફ ડોટ મૂકી રહ્યા છે.

આજ રોજ સુરત આરટીઓ કચેરી થી ગોવર્ધન હવેલી ઇચ્છાપોર - ભાઠા ગામ રોડ પર વાહનોની  બે કિલોમીટર લાંબી -લાંબી કતારો જોવા મળી રહી છે.વાહન ચાલકો નું કહેવું છે કે પારસિંગ અને ફિટનેસ સર્ટિ કઢાવવા ભારે મુશકેલી પડી રહી છે.રાત્રીના નવ વાગ્યાથી જ અહીં ભૂખ્યા -તરસ્યા લાઈનમાં ઉભા રહેવા મજબૂર બનવું પડ્યું છે.કોઈક ને કોઈક કારણોસર કાગળો માં પૂરતા પુરાવા ના હોય તો મોટો ધક્કો ખાવાનો વારો આવી રહ્યો છે.Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે 31 મી ઓક્ટોબર થી ટ્રાફિકના નવા કાયદા લાગુ થવા જઈ રહ્યા છે ત્યારે હમણાથી વાહન ચાલકો દંડથી બચવા  લાયસન્સ સહિત પારસિંગ તેમજ ફિટનેસ સર્ટિ કઢાવી રહ્યા છે...

બાઈટ : ઈશ્વર ભાઈ
બાઈટ : વિનોદ ભાઈ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.