સુરતઃ શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં આવેલા રામદેવ ડેકોમાં રાત્રિના સમયે ચાર જેટલા કારીગરો કારખાનાની અંદર સૂઈ રહ્યા હતા, તે દરમિયાન એકાએક કારખાનામાં આગ લાગતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
કારખાનાની બહાર તાળું માર્યું હોવાને કારણે ફાયરે પહેલા લોખડની ગ્રીલ અને તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા, જ્યાં બે કારીગરો ઇર્જાગ્રસ્ત જણાતા તેઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડયા હત, જ્યારે અન્ય બે ધુમાડાના કારણે ગુંગળાઈ જતા બેભાન અવસ્થામાં મળ્યા હતા. જેઓને પણ 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અંદાજીત 8 જેટલી ફાયરની ગાડી આગ ઓલવવામાં ઉપયોગમાં લેવાય હતી. હાલ આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી.