- કીમ માંડવી ધોરીમાર્ગ પર ટ્રાફિકજામ
- ફાટક પાસે યોગ્ય રસ્તો ન હોતાં ટ્રાફિક જામ
- વરસાદથી કીચડ થતાં 2 કલાક Traffic jam થયો
કીમઃ સુરતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ અને વરસાદ પર પડી રહ્યો છે ત્યારે કેટલીક સમસ્યાઓ તંત્રની વહીવટીય અકુશળતાના કારણે લોકો ભોગવી રહ્યાં છે. હાલ તંત્ર દ્વારા કીમ માંડવી રાજ્યધોરી માર્ગ પર (Kim crossing) કીમ ફાટક નજીકનો રસ્તો યોગ્ય નહીં બનાવતા વાહનચાલકો અટવાયા હતા અને બે કલાક સુધી ચાલુ વરસાદે ટ્રાફિકમાં ( Traffic jam ) ફસાતા ત્રાહિમામ ફસાઈ ગયાં હતાં. ત્યારે રસ્તા પર ભારે કાદવ લીધે બાઇક ચાલકોને બાઇક સ્લીપ થઈ જવાનો ભય સતાવ્યો હતો.
આ પણ વાંચોઃ કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર પ્રિ-મોન્સૂનની કામગીરી હાથ ધરાઈ
તંત્ર દ્વારા રસ્તા પર માટી નાખી દેતાં ભારે કાદવ કીચડ સર્જાયો હતો.કાદવના લીધે રસ્તા પર બે કલાકનો ટ્રાફિક જામ ( Traffic jam ) થયો હતો. વાહન ચાલકોની માગ છે કે ચોમાસુ બરોબર જામે એ પહેલાં તંત્ર યોગ્ય રસ્તાની મરામત કરવામાં આવે.
આ પણ વાંચોઃ નવાપરા પાટિયા નજીક બની હિટ એન્ડ રનની ઘટના