સુરત: સુરત શહેરમાં દિવસે દિવસે આપઘાતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં અલગ અલગ સ્થળોએ બે વિદ્યાર્થીનીઓએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.જેમાં વરાછા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય હેતલ મકવાણા જેઓ CA નો અભ્યાસ કરતી હતી. તેમણે ગતરોજ પોતાના ઘરે જ કોઈ કારણોસર દુપટ્ટા જોડે ગળે ફાસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. તો બીજી બાજું અમરોલી વિસ્તારમાં રહેતી 19 વર્ષીય ધ્વની કમાણી જેઓ BBA માં અભ્યાસ કરતી હતી. તેમણે પણ કોઈ કારણોસર પોતાના ઘરે કારણોસર દુપટ્ટા જોડે ગળે ફાસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.હાલ આ બંને મામલે પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
CA ની પરીક્ષામાં વારંવાર નાપાસ થતાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો: સૂત્રો માહિતી અનુસાર શહેરના વરાછા વિસ્તારમાં આવેલ રંગ અવધૂત સોસાયટીમાં રહેતી 27 વર્ષીય હેતલ મકવાણા જેઓ CA નો અભ્યાસ કરતી હતી. જોકે અભ્યાસ દરમિયાન તેઓ ત્રણ વખત નાપાસ થઈ જતા તેઓ ઘણા સમયથી હતાશ રહેતા હતા. વારંવાર પરીક્ષામાં નાપાસ થઈ જવાને કારણે તેમણે અંતે પોતાના ઘરે જ કોઈ કારણોસર દુપટ્ટા જોડે ગળે ફાસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. તેમના પિતા કિશોર મકવાણા જો મરી મસાલાની દુકાન ચલાવી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે આજરોજ તેમના જ પરિવારમાં પિતરાઈ ભાઈના લગ્ન પણ હતા.
વિદ્યાર્થીનીના આપઘાતનું કારણ અકબંધ: તો બીજી બાજું શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ સુમન વૈભવ પ્રધાનમંત્રી આવાસમાં રહેતી 19 વર્ષીય ધ્વનિ કમાણી કે જેઓ અમરોલી વિસ્તારમાં આવેલ આર.વી.પટેલ કોલેજમાં BBA ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેમણે પણ ગતરોજ પોતાના ઘરે
બપોરના સમય દરમિયાન કોઈ કારણોસર દુપટ્ટા જોડે ગળે ફાસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. મૃતક ધ્વનિના પિતા સલીલકુમાર કમાણી હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વિદ્યાર્થીએ કયા કારણસર આપઘાત કર્યો તે હજી સુધી જાણી શકાયું નથી. હાલ આ મામલે અમરોલી પોલીસે પણ આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ચાર દિવસમાં 8 આપઘાત: સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસમાં મહિલા સહિત કુલ 8 લોકોએ ગળે ફાસોખાઈ જીવન ટૂંકાવ્યું છે. તેજ રીતે બે દિવસ પહેલા જ ઉન વિસ્તારમાં આવેલ ભીંડી બજાર પાસે હિંમતનગરમાં રહેતી 17 વર્ષીય કાજલ કોઠારી જેઓ ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી તેને પણ અભ્યાસના ટેન્શનમાં પોતાના જ ઘરે બાથરૂમમાં ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.