સુરત : શહેરમાં અલગ-અલગ નાની મોટી દુકાનોને પણ છૂટછાટ આપવામાં આવી છે. કન્ટેનમેન્ટ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાની દુકાનો ચાલુ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે નોન કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાં કોવિડના નિયમોના આધારે દુકાનો શરૂ કરવા માટે સૂચન પાલિકા દ્વારા કરાયું છે. એસોસિએશન એ તમામ દુકાનદારોને માસ્ક, સોશિયલ ડિસ્ટેનસિંગનો પાલન કરવા સૂચના પણ આપી છે.
રાજ્ય સરકારે જાહેર કરેલ કન્ટેઈન્ટમેન્ટ અને નોન કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાં આવતા એકમો,ઉદ્યોગો,તેમજ ટેકસ્ટાઈલ્સ માર્કેટ સહિત નાની - મોટી દુકાનોને શરૂ કરવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં બેઠકના અંતે કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાં આવતા તમામ ઉદ્યોગ અને દુકાનો સહિત માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.