સુરત: શહેરની ઇચ્છાનાથ વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલય સ્કુલમાં અભ્યાસ કરતી સિંગારાજુ રચિતા અને સિંગારાજુ રમિતા જોડીયા બહેનો છે. બન્નેએ એસએસસી બોર્ડની પરિક્ષા આપી હતી.
જેમાં રચિતા અને રમિતા બંનેના એકસરખા 477 માર્કસ આવ્યા છે. વિષય પ્રમાણે માર્કસ જોઇએ તો રચિતાના અંગ્રેજીમાં 96 તો રમિતાના પણ 96, રચિતાના સંસ્કૃતમાં 91 તો રમિતાના 95, રચિતાના ગણિતમાં 96 તો રમિતાના પુરા 100, રચિતાના સાયન્સમાં 99 તો રમિતાના 94, રચિતાના સોશ્યલ સાયન્સમાં 95 રમિતાના 92, બંનેના ટોટલ માર્કસ 477 થાય છે. રચિતા રમિતાના પિતા સરકારી ઓફિસર છે અને માતા સ્કુલ ટીચર છે.બંનેના ફેસ એટલા બધા સરખા છે કે પડોશી અને નજીકના સગાઓએ બન્નેને ઓળખવા માટે નિશાની રાખવી પડે છે કે, આમાંથી રચિતા કોણ અને રમિતા કોણ છે. બંનેના શોખ પણ સરખા છે. ઉપરાંત, બંને બહેનો ભારત નાટયમ પણ શીખી રહી છે.