સુરતઃ કોરોના વાઇરસને લઈને મૃત્યું પામેલા કોરોના યોદ્ધા એવા પોલીસકર્મીઓને સુરતમાં શ્રધાંજલિ પાઠવવામાં આવી હતી.
કોરોના વાઇરસને લઈને પોલીસ અને TRB જવાન સતત ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે. પોતાના પરિવાર અને પોતાના જીવની ચિંતા કર્યા વિના આ તમામ પોલીસકર્મીઓ સતત દિવસ અને રાત પોતાની ફરજ સંપૂર્ણ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી રહ્યાં છે. આ ફરજ દરમિયાન તેઓની સાથે લોકો ઘર્ષણ પર પણ ઉતરે છે. પોલીસ અને ડૉક્ટરને કોરોના ફ્રન્ટ વોરીયર્સ છે, ત્યારે ફરજ પર કોરોના વાઇરસને કારણે મૃત્યું પામેલા પોલીસકર્મીઓને સુરતમાં શ્રધાંજલિ પાઠવામાં આવી હતી.
સુરતના ભાગળ ચાર રસ્તા સહિત દરેક પોઈન્ટ પાસે TRB જવાનોએ અને પોલીસ કર્મીઓએ મોંન પાળી શ્રધાંજલિ અર્પણ કરી હતી.