પ્રાચીન દાયકાઓથી ચાલી આવતી માન્યતા પ્રમાણે ભગવાન શિવને પામવા પાર્વતીજીએ 5 દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા હતા. ત્યારથી જયા-પાર્વતી વ્રતનું મહત્વ ચાલી આવ્યું છે. આજથી શરૂ થયેલા આ વ્રતને લઈ કુંવારીકાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાની કન્યાઓથી લઈ કુંવારીકાઓ મોટી સંખ્યામાં આજે શહેરના શિવ મંદિરોમાં જોવા મળી હતી. જ્યાં ભક્તિભાવપૂર્વકની પૂજા અર્ચના કરી સાચા જીવનસાથીની અર્ચના કરી હતી. સાથે જ કુંવારીકાઓ 5 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરી ભગવાન શિવની આરાધના કરશે અને પાંચમા દિવસે કુંવારીકાઓ રમત-ગમતની મજા માણશે.
જયા-પાર્વતીના વ્રતમાં 5 દિવસ સુધી જવારાની પૂજાનું પણ મહત્વ આંકવામાં આવે છે. જેમાં કુંવારી કન્યાઓ છેલ્લા પાંચ દીવસ સુધી જવારા, તલ, ડાંગરની પૂજા કરી અંતિમ દિવસે ગોરમાંને તાપીમાં વિસર્જન કરી દેશે. તો બીજી તરફ કુંવારી કન્યાઓમાં પણ જયા-પાર્વતી વ્રતને લઈ અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.